________________
૪પ૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન જો સર્વથા અપરિણામી - કૂટસ્થ નિત્ય આત્મા માનવામાં આવે તો તેમાં બંધમોક્ષાદિ વ્યવસ્થા નથી ઘટતી, કારણ કે અવસ્થાંતરના અભાવે કાં તો ભવ અને કાં તો મોક્ષ એ બેમાંથી એક જ અવસ્થા રહેશે. એકાંત નિત્ય આત્મા સદા એકરૂપે હોવાથી આત્મામાં સર્વદા બંધ અથવા તો સર્વદા મોક્ષ જ રહેશે. આત્માને એકાંત નિત્ય અને અપરિણામી માનવામાં આવે તો આત્માનો સર્વદા બંધ રહેવો જોઈએ અથવા સર્વદા મોક્ષ જ રહેવો જોઈએ. બંધનું કારણ આત્માનાં હિંસાદિને વિષે કરવા-કરાવવાઅનુમોદવારૂપ પરિણામ અને મોક્ષનું કારણ હિંસાદિની વિરતિને વિષે કરવા-કરાવવાઅનુમોદવારૂપ પરિણામ છે, તો નિત્ય પક્ષમાં આ રીતે હિંસા-અહિંસાદિની પરિણતિનો ભેદ કઈ રીતે ઘટે?
આમ, આત્માને એકાંત નિત્ય માનવામાં આવે તો ગુણોનું પરિણમન થશે જ નહીં. કોઈ પણ ગુણનું કાર્ય નહીં થઈ શકે. આત્માને કૂટસ્થ નિત્ય માનતાં તેમાં કોઈ ક્રિયા નહીં થઈ શકે. ક્રિયાના અભાવમાં પુણ્યફળ, પાપફળ, બંધ, મોક્ષ આદિ વ્યવસ્થા પણ નહીં બની શકે. આત્મદ્રવ્યમાં પરિણમન ન માનવામાં આવે, તેને સદા એકસરખું જ માનવામાં આવે તો પુણ્ય-પાપનું કાંઈ પણ ફળ બની શકે નહીં અને મોક્ષ માટેના પણ સર્વ પ્રયત્ન વ્યર્થ ઠરે. મોક્ષમાર્ગ નિષ્ફળ થઈ જાય. આ રીતે એકાંત નિત્ય પક્ષમાં અનેક દૂષણો આવે છે.
સર્વથા નિત્ય પક્ષમાં અને સર્વથા અનિત્ય પક્ષમાં આવતા દોષ બતાવતાં પંડિત શ્રી રાજમલજી “પંચાધ્યાયી'માં લખે છે કે સ્પષ્ટ અર્થ એ છે કે સતુને જો સર્વથા નિત્ય જ માની લેવામાં આવે તો કારણ અને કાર્ય બને બની જ શકતાં નથી, વિક્રિયાનો અભાવ હોવાથી કાર્યસિદ્ધિ જ થઈ નથી શકતી; અને સતુને જો સર્વથા અનિત્ય જ માની લેવામાં આવે તો તે ક્ષણિક ઠરશે અને ક્ષણિક હોવાથી તેમાં ન તો ક્રિયાનું ફળ હોઈ શકે અને ન કારણપણું આવી શકે. ૧
આમ, કેટલાક આત્માને એકાંતે નિત્ય અને કેટલાક આત્માને એકાંતે અનિત્ય માને છે, પણ તે બન્ને દૃષ્ટિ સાચી નથી. એકાંત નિત્ય કે એકાંત અનિત્ય બને માન્યતા મિથ્યા છે. એકાંત નિત્ય પક્ષ અને એકાંત અનિત્ય પક્ષ, બન્ને યુક્તિવિરુદ્ધ છે. તેમાં અનેક બાધાઓ આવે છે. નિત્ય કે અનિત્ય કોઈ પણ એકાંતવાદમાં બંધ-મોક્ષાદિ ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી', પૂર્વાર્ધ, શ્લોક ૩૧૫,૩૧૬
'अयमों यदि नित्यं सर्वं सत् सर्वथेति किल पक्षः । न तथा कारणकार्ये कारकसिद्धिस्तु विक्रियाभावात् ।। यदि वा सदनित्यं स्यात्सर्बस्वं सर्वथेति किल वक्षः । न तथा क्षणिकत्वादिह क्रियाफलं कारकाणि तत्त्वं च ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org