________________
ગાથા૬૭
૩૭૧ અસાધારણ યોગારાધકપણું દર્શાવે છે. લઘુ વયથી જ જ્ઞાનગુણનો અભુત ક્ષયોપશમ દાખવનાર આચાર્યશ્રી વજસ્વામીજી, કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ઇત્યાદિ અનેક વિભૂતિઓ થઈ ગઈ છે. આ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના રચયિતા જ્ઞાનાવતાર શ્રીમદ્ પણ લઘુ વયથી જ્ઞાનસંસ્કાર પ્રગટ્યો હતો. પોતાના અનુભવનું વર્ણન તેમણે સ્વયં એક કાવ્યમાં કર્યું છે –
લઘુ વયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ? જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય;
વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય? જન્મથી જ કે અત્યંત લધુ વયથી વિશિષ્ટ શક્તિઓનું ધારકપણું સ્પષ્ટ સૂચવે છે કે ભૂતકાળના અને વર્તમાન કાળના એમ બે જીવનના દેહ જુદા હોવા છતાં તે બન્નેનો આત્મા એક જ છે. જે આત્મામાં જન્માંતરના પોતાના પ્રયત્નનું બીજ પડ્યું છે એ જ આત્મા વર્તમાન જન્મના નવા દેહમાં રહીને પોતાના એ પ્રયત્નનું ફળ પામે છે. આમ, અસાધારણ યોગીપણું પૂર્વજન્મનો પ્રબળ પુરાવો છે અને તે દેહથી ભિન્ન સ્વતંત્ર નિત્ય આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે.
જેમ એક સ્થાનથી બીજે સ્થાન જવાય છે, તેમ પરલોકથી આ લોકમાં આવવું થાય છે. અહીં એમ શંકા થઈ શકે કે જેમ એક સ્થાનથી અન્ય સ્થાને જતાં પૂર્વની મૃતિ રહે છે, તેમ પૂર્વજન્મની સ્મૃતિ કેમ રહેતી નથી? જો જીવનો પૂર્વજન્મ હોય તો તેને પૂર્વભવોની વાતો યાદ કેમ નથી રહેતી? તેનું સમાધાન એ છે કે ઘણાં કારણોને લીધે - જેવાં કે મોહ, જ્ઞાનનો ક્ષયોપશમ, ભય વગેરે કારણોને લીધે જીવને વર્તમાન જીવનમાં થયેલા સમગ્ર અનુભવોની સ્મૃતિ વિશેષરૂપે રહેતી નથી. તેવી જ રીતે જીવ જ્યારે એક દેહ છોડીને બીજા દેહમાં જાય છે ત્યારે પૂર્વદેહની આસક્તિ, પૂર્વસંબંધીઓનો વિયોગ, વેદના જેવાં અનેક કારણોને લીધે તેના જ્ઞાન ઉપર આવરણ આવે છે, તેથી વર્તમાનમાં પૂર્વજન્મોની સ્મૃતિ નથી થતી. આત્માનો પૂર્વભવ હોવા છતાં સર્વ જીવને તે યાદ નથી આવતો.
જેમને પૂર્વજન્મના વિષયમાં શંકા છે તેઓ કહે છે કે જ્યારે પચ્ચીસ, પચાસ કે તેના કરતાં પણ વધુ વર્ષોની વાતો યાદ રાખી શકાય છે, તો પૂર્વજન્મની વાતો પણ યાદ રહેવી જ જોઈએ. કોઈ એમ કહે કે જીવની સ્મરણશક્તિ એટલી તીવ્ર નથી કે એ બધું યાદ રાખી શકે. પરંતુ આ જગતમાં એવી સ્મરણશક્તિવાળા મનુષ્યો પણ છે જે એક વાર જોયેલું કે એક વાર વાંચેલું ભૂલતા નથી, તેમને પણ પૂર્વજન્મની વાતો ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૯૫ (આંક-૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org