________________
૬૩૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ન્યૂનત્વ ઠરે છે; તેથી તો તેનું ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે.
વળી જીવ અને ઈશ્વરનો સ્વભાવભેદ માનતાં પણ અનેક દોષ સંભવે છે. બન્નેને જો ચૈતન્ય સ્વભાવ માનીએ, તો બન્ને સમાન ધર્મના કર્તા થયા; તેમાં ઈશ્વર જગતાદિ રચે અથવા કર્મનું ફળ આપવારૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય; અને જીવ એકમાત્ર દેહાદિ સૃષ્ટિ રચે, અને પોતાનાં કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરાશ્રય ગ્રહણ કરે, તેમ જ બંધમાં ગણાય એ યથાર્થ વાત દેખાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય?
વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તોપણ વિરોધ આવે છે. ઈશ્વર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ગણીએ તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ પડવો ન જોઈએ, અને ઈશ્વરથી કર્મનાં ફળ આપવાદિ કાર્ય ન થવાં જોઈએ; અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય થવું જોઈએ; અને ઈશ્વરને જે અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તો તો સંસારી જીવો જેવી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સર્વજ્ઞાદિ ગુણનો સંભવ ક્યાંથી થાય? અથવા દેહધારી સર્વજ્ઞની પેઠે તેને “દેહધારી સર્વજ્ઞ ઈશ્વર' માનીએ તોપણ સર્વ કર્મફળદાતૃત્વરૂપ “વિશેષ સ્વભાવ' ઈશ્વરમાં કયા ગુણને લીધે માનવા યોગ્ય થાય? અને દેહ તો નાશ પામવા યોગ્ય છે, તેથી ઈશ્વરનો પણ દેહ નાશ પામે, અને તે મુક્ત થયે કર્મફળદાતૃત્વ ન રહે, એ આદિ અનેક પ્રકારથી ઈશ્વરને કર્મફળદાતૃત્વ કહેતાં દોષ આવે છે, અને ઈશ્વરને તેવે સ્વરૂપે માનતાં તેનું ઈશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે. (૮૦)"
તે જડ કર્મ ફળ આપવાની બાબતમાં પરિણામવાન થઈ શકે નહીં, તેથી ભાવાર્થ
*| જીવનું ભોક્તાપણું સિદ્ધ થતું નથી એમ શિષ્યને લાગે છે. તે વિચારે છે કે કર્મ અનુસાર સુખ-દુઃખ આપનાર કોઈ ચૈતન્યસત્તાને સ્વીકાર્યા વિના જીવનું કર્મફળભોસ્તૃત્વ કોઈ પણ પ્રકારે સિદ્ધ થઈ શકતું નથી. કર્મનું ફળ આપવાવાળો કોઈ ચૈતન્યવિશેષ અવશ્ય હોવો જોઈએ. જેમ ચોરી કરવાવાળો ચોર પોતાની જાતે ફળ નથી પામતો, કોઈ ન્યાયાધીશ તેને દંડ આપે છે, ફળ આપે છે, તેમ શુભ-અશુભ કર્મનાં ફળ આપવાવાળો પણ કોઈ હોવો જોઈએ. શુભાશુભ કર્મનાં ફળ આપનાર તરીકે ઈશ્વરને માનવામાં આવે તો જીવનું કર્મફળભોસ્તૃત્વ સિદ્ધ થઈ શકે છે.
ઈશ્વર જીવને કર્મ ભોગવાવે છે એમ ગણવામાં આવે તો જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થાય, પણ ઈશ્વરને ફળદાતા ગણવા જતાં ઈશ્વરનું ઈશ્વરપણું જ ચાલ્યું જાય છે, કારણ કે ઈશ્વર જો આ રીતે પારકાને સુખ-દુ:ખ આપવાનું કાર્ય કરે તો તેના આત્માની શુદ્ધ દશા ટકી શકે નહીં. જો ઈશ્વરમાં ફળદાતાપણું ગણવામાં આવે તો ઈશ્વરપણું ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૭-૫૪૮ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org