________________
[ શારદા શિરેમણિ
અડીખમ પુરૂષાર્થ કરવાનો છે. જે શુભ ધર્મમય પ્રવૃત્તિઓમાં આત્માને જોડીશું તે આત્મા આરાધના ભાવથી તરબળ બની જશે. એના આત્મ પ્રદેશ પ્રદેશે નિર્જરાનું , પાણી ભરાઈ જશે, માટે પાણીના તપેલા સમાન જયવંતુ જિનશાસન મળ્યું છે, એમાં નેપકીન સમાન આત્માને બળી દઈએ તો સાચી આરાધના કરી કહેવાય. જીવને આ બધું રૂચે કયારે? ગમે કયારે? પાપની ભીતિ જાગે ત્યારે. પાપને ડર લાગે ત્યારે. જેને પાપની ભીતિ લાગે એને આત્માની પ્રીતિ જાગે. જેને ભવની ભીતિ નથી ને આત્માની પ્રીતિ નથી તેના અંતરમાં હજુ આરાધનાનો રણકાર થયો નથી.
આ બધું સમજવા માટે જ્ઞાનીઓએ એક શબ્દ આવે કે “ભાવ તૂટયા”. આ શબ્દને ઊંડાણથી સમજે છે. આ શબ્દના ગહન ભાવ સહેલાઈથી સમજાય માટે એક ન્યાયથી સમજીએ, જેથી બધાના મગજમાં એ વાત ઠસી જાય. એક માણસ મધ્યમ સુખી હતા, પણ વેપારીની લાઈનમાં આવે તે હતો. તે ભલે સંપત્તિમાન નહોતે પણ તેની બુદ્ધિ એવી તીવ્ર હતી કે ભલભલાને પાણી પીવડાવે. વેપારમાં પણ ખૂબ કાબેલ. એક વાર એ ભાઈ બજારમાંથી જઈ રહ્યા છે. તેની આગળ બે વેપારીઓ ધંધાની વાત કરતા ચાલતા હતા. બે સંતો ભેગા થાય તે આત્માની વાત કરે. તમે સાથે ચાલતા હે ત્યારે વેપારધંધાની વાતો કરો. બે બહેન સાથે ચાલતી હોય ત્યારે આ સાડી
ક્યાંથી લાવ્યા ? દાગીનો ક્યાં ઘડાવ્યો? એ વાતો કરે. જેને જેને રસ હોય તે વાતો કરે.
બંને વેપારી રસ્તામાં વાતો કરે છે કે હમણાં કપાસના ભાવ ખૂબ વધશે એવું લાગે છે. આ બંનેની પાછળ પેલો વેપારી હતા. તેણે આ વેપારીઓ જે વાત કરતા હતા તે સાંભળી. તેના મનમાં થયું કે આ બંને વેપારીઓ ખૂબ હોંશિયાર છે. તેઓ જે વાત કરે છે તે બરાબર હશે એમ સમજીને તેણે સાંભળવા કાન વધુ લંબાવ્યા. આ બંને તો વાત કરતા જાય છે ને પેલે વેપારી સાંભળે છે. તે વેપારી વાત સાંભળીને ઘેર જાય છે. ઘેર જઈને પોતાની પાસે જે મૂડી હતી તેમાંથી પોણા ભાગ જેટલી મૂડી લઈને નીકળ્યો ને ગયે બજારમાં કપાસ ખરીદવા. ગામમાંથી જેટલું મળે તેટલે કપાસ ખરીદવા માંડયો ને ગોડાઉન ભરી દીધાં. બધા લેકેને થયું કે આ ભાઈને તો કપાસનો ધંધે નથી ને એકાએક આટલે બધે કપાસ ખરીદે છે માટે કંઈક લાગે છે. પિતાની પિણા ભાગ ઉપરની મૂડી ખચી નાખી. બીજા લોકોના મનમાં થયું આટલો બધો કપાસ શા માટે લેતે હશે ! ઘણી વાર વગર કારણે બીજા માણસો ચિંતા કરે છે. કપાસ લેનારે લીધે, રોકનારે પૈસા કિયા, બીજાને ચિંતા કરવાની શી જરૂર !
કુદરતે તેને પુદય જાગ્યો. તેનું ભાગ્ય તેની તરફેણમાં આવ્યું. અઠવાડિયામાં એણે સાંભળેલી વાત સાચી પડી. અઠવાડિયામાં બજાર ભારે ઊંચકાય. કપાસના ભાવે વધવા લાગ્યા. તે વેપારી ખૂબ ખુશી થયે. તે હરખાવા લાગ્યો કે પેલા વેપારીઓની