________________
| [ શારદા શિરેમણિ ચાતુર્માસમાં મુશળધાર વરસાદ વરસે છે ત્યારે ખેડૂતે ખૂબ આનંદભેર આળસપ્રમાદને દૂર ફેંકી દે છે. નવી ચેતના, ઉત્સાહ સાથે ખેતરમાં પહોંચી જાય છે. સતત પરિશ્રમ કરવામાં પરોવાઈ જાય છે. ખેડૂતને આ ચાર મહિના બહુ કિંમતી હોય છે. જે આ ચાર મહિના સખત મહેનત કરે તે આઠ મહિના એના સુખેથી પસાર થઈ શકે. વરસાદ વરસવા છતાં પ્રમાદને દૂર ન કરે, ખેતરમાં વાવણી ન કરે ને કઈ પાક ઉત્પન ન થાય તે વાંક કોનો? ખેડૂતને ને! ચાર મહિના બેકાર જાય તો આખું વર્ષ એના માટે બેકાર. ચાર મહિના નકામા કાઢે તે આખું વર્ષ નકામું. ખેતરને લીલુંછમ રાખવા માટે ખેડૂત ખબરદાર થઈને રહે છે. આ રીતે જીવન પણ એક ખેતર છે. ધર્મના બીજ વાવવાને સમય એટલે ચાતુર્માસ. સાધુ-સાધ્વીજીએના ચાતુર્માસ મંગલ પ્રવેશ થતાં શ્રાવક-શ્રાવિકાઓના હૈયા થનગની ઊઠે છે. હૃદયરૂપી ક્ષેત્રમાં મંગલ ધર્મની સ્થાપના કરવા સંતે જિનવાણીને વરસાદ વરસાવે છે. એ જિનવાણી રૂપી વરસાદ ફળદાયી ક્યારે નીવડે ? શ્રાવકો એને બરાબર ઝીલે છે. તેને સંપૂર્ણ લાભ ઉઠાવવા આળસ, પ્રમાદ, વિકથાઓનાં વાદળાઓને વિખેરી નાંખવા પડશે. જે ધર્મના બીજ રોપવા હય, જીવન રૂપી ખેતરને લીલું છમ, હરિયાળું અને સુશોભનીય બનાવવું હોય તે ખૂબ સજાગ રહીને જાગૃત બનીને એ વાણીને લાભ લેવો પડશે. ચોમાસાના ચાર મહિના જે જિનવાણીના શ્રવણ વિનાના, વ્રતનિયમ વિનાના જાય તો સમજવું કે આખું વર્ષ નકામું. આ ચાર મહિનાની કિંમત ન અંકાય તે આખું વર્ષ અફળ નીવડવાનું. માસામાં સંત-સતીજીએ શાશ્વત ભાવસંપત્તિઓથી ધર્મોપદેશના હાટ માંડશે. આ શાશ્વત ભાવસંપત્તિમાં મુખ્ય દાન, શીયળ, તપ, ભાવનું આત્મ-ઉપદેશી જિનવાણી દ્વારા વેચાણ કરશે.
દેહના દદીને જેમ ડોકટર તપાસીને દર્દનું નિદાન કરી દેવા આપે છે ત્યારે તે દીને જે શાતા વેદનીયને ઉદય થયે હેય તે તેનું દર્દ શમી જાય છે તેમ આત્માના દદીને ગુરુને ઉપદેશ સાંભળવાથી તેના ભાવ દર્દ શમી જાય છે અને શાશ્વતા સુખને પામે છે. આવી ભાવસંપત્તિને ગ્રહણ કરવા બાલ, યુવાન, પ્રૌઢ, વૃદ્ધ આદિ શ્રાવક-શ્રાવિકાઓ સહુ ઉત્સાહી બની પોતાની શક્તિ અનુસાર તન-મન-ધનથી દાન, શીયળ, તપ, સદાચારના ભાવ પ્રગટાવી લખલૂટ શાશ્વત ભાવસંપત્તિ ગ્રહણ કરી આત્મિક લાભ મેળવે છે. આવી મહાન શાશ્વતી સાચી ભાવસંપત્તિ લેશમાત્ર લય ન થાય, તેમાં ચારડાકુને ભય નહીં, અજપે નહિ, કલેશ-ઝઘડા અંશ માત્ર નહીં', તંદુરસ્તી બગાડે નહિ, સરકારી ટેક્ષ લાગે નહિ, અને પરલોકમાં સાથે આવનારી આવી શાશ્વત ભાવસંપત્તિનો અખૂટ ખજાને મેળવી આત્મિક લાભ મેળવવા માટે આ ચાતુર્માસના મંગલકારી દિવસ છે. ધર્મ આરાધનાથી સંવર અને નિર્જરા કરીને ભાવસંપત્તિ મેળવી આ ભવમાં એકાવતારી બનવાને સુઅવસર મળે છે. આ સુઅવસર પુદ્ગલાનંદમાં વેડફી નહીં નાંખતા આત્માનંદી બની ધર્મારાધના કરવા માટે ગુરૂ ભગવંતે ઉપદેશને ધધ વહાવે છે. આ અમૂલ્ય તક ચૂક્યા તે પછી પસ્તા થશે.