________________
શારદા શિરમણિ].
આ મંગલકારી દિવસો ધર્મારાધના કરવા માટેની અમૂલ્ય તક છે. જિનેશ્વર ભગવાનના જૈનશાસનને આપણે પામ્યા છીએ. આ શાસનને પામીને આત્માના પ્રદેશેપ્રદેશે આરાધનાને આરાધક ભાવ લાવવાનો છે. આરાધક ભાવ શું કરે છે? જીવને દુર્ગતિમાં જતા અટકાવે અને સદ્ગતિની પરંપરા ઉભી કરે. જ્યારે વિરાધક ભાવ આત્માની ખરાબીઓ ઊભી કરે છે, પરિણામે જીવને દુર્ગતિનાં બારણું ખખડાવવાનો પ્રસંગ આવે છે. જીવનમાં આરાધક ભાવ જેટલો વધુ ને વધુ આવશે તેટલે કર્મને ભાર ઓછો થશે અને નિર્જરા વધુ થશે. વિરાધક ભાવમાં કર્મને ભાર વધતો જાય છે. એક ન્યાયથી સમજીએ. પાણીથી ભરેલું એક મોટું તપેલું છે. એ તપેલામાં કોઈ એ એક નેપકીન નાંખે. ૧૫ થી ૨૦ મિનિટ નેપકીન પાણીમાં રહ્યા પછી તેને બહાર કાઢયો. એ નેપકીન કોરે હતા, પાણીથી ભીંજાયે ન હતો ત્યારે હલકે હતું, પણ ૧૫-૨૦ મિનિટ પાણીમાં રહ્યા પછી બહાર કાઢો તો એ વજનમાં થોડો ભારે થઈ ગયે. તે નેપકીન તપેલામાં નાંખીને તરત બહાર કાઢી લીધે હેત તે તે આટલો બધો ભારે ન થાત. તેના છેડેથી પાણી ટપકી રહ્યું હતું. નેપકીનના તાંતણે તાંતણે પાણી ભરાઈ ગયું હતું એટલે એ ભારે થઈ ગયા હતા. જે ડી વાર રહ્યો હોત તો પાણી નેપકીનના તાંતણા સુધી ન પહોંચી શક્ત અને ભારે ન થઈ જાત.
આ તે સામાન્ય વાત છે. આ વાતથી જ્ઞાનીઓ આપણને સમજાવે છે કે પાણીના તપેલા સમાન જિનશાસન મળ્યું છે. આપણો આ આત્મા નેપકીન સમાન છે. આ જિનશાસન રૂપ તપેલામાં આપણે આ આત્મા જેટલો સમય વધુ રહેશે અને એનાથી ભાવિતા થશે તેટલા આત્મપ્રદેશ રૂપી તાંતણામાં તપ, ત્યાગ, સંયમ અને નિર્જરાના ભાવે વધુ થશે, પણ અનાદિકાળથી જીવ પાપની પ્રવૃત્તિઓમાં ગળાડૂબ ખૂચેલે રહ્યો છે, તેથી આપણા જીવનની બધી પળો એ પાપમય પ્રવૃત્તિઓથી ખરડાઈ રહી છે, એટલે જીવ કર્મના ભારથી ભારે બની ગયેલ છે. અનાદિકાળથી જીવને આ અભ્યાસ છે. તેના માટે મહેનત કરવી પડતી નથી. એ પાપ-પ્રવૃત્તિઓથી આત્માની ભારે ખરાબી થઈ છે. તેના કારણે દુર્ગતિઓનાં જાલીમ દુઃખો વેઠયાં છે. અશુભ કર્મોના ઢગેઢગ આત્મા પર ખડકાયા છે. આ બધું વિરાધનાથી વિરાધક થયેલા જીવનના કારણે બન્યું છે. એ વિરાધનાઓથી વીંટળાયેલા જીવનનું પરિવર્તન કરવા માટે આ આરાધનાના દિવસો આવ્યા છે. નેપકીનના તાંતણે તાંતણે પાણી પહોંચી ગયું તેમ આત્માના પ્રદેશ પ્રદેશે જો આરાધના ભાવને પહોંચાડી દઈએ તે દુર્ગતિ અટકે અને સદ્ગતિની પ્રાપ્તિ થાય. અનાદિકાળથી આ ઊંધા રાહે ચાલેલા જીવને રાહ બદલે મુશ્કેલ છે છતાં શક્ય તે જરૂર છે. કંઈક આત્માઓ આ વિનાશક રસ્તેથી પાછા વળ્યા અને જીવનને આરાધનાના અદ્ભુત રાહે લઈ ગયા તે અદ્ભુત સાધના સાધી ગયા. આરાધના કરવા માટે ભગવાને દાન, શીયળ, તપ, ભાવ આદિ અનેક માર્ગો બતાવ્યા છે. એ માર્ગની તાકાત કાઈકમ ન સમજતા. હવે આ ભવમાં વિરાધનાથી, પાપમય પ્રવૃત્તિઓથી આત્માને મુક્ત કરવા