________________
સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ બા.બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી ગુરવે નમઃ સંવત ૨૦૪૧ના શ્રી કાંદાવાડી (મુંબઈ) સ્થા. જૈન સંઘના
ઉપાશ્રયે ચાતુર્માસમાં આપેલા પ્રવચન અધિકાર: આનંદ શ્રાવક તથા પુણસાર ચરિત્ર
અષાડ સુદ પૂનમ ને મંગળવાર
તા. ૨-૭-૮૫
વ્યાખ્યાન નં. ૧
વિષય : ભાવની ભવ્યતા સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો!
અનંત અનંત ગુણોના સાગર, જ્ઞાનદિવાકર, સમતાના સુધાકર એવા કરૂણાસાગર ભગવાને ભવ્ય જીવોના શ્રેય માટે, હિત માટે, શ્રેયકારી, પાવનકારી, મંગલકારી શ્રતજ્ઞાનની ગંગા વહાવી. આ દ્વાદશાંગી વાણીમાં ૧૪ પૂનો સમાવેશ થઈ જાય છે. દ્વાદશાંગી અમાપ અને અગાધ જ્ઞાનનો અમૂલ્ય ખજાનો છે. આત્માના પરમ ઐશ્વર્યને તથા તેજને પ્રગટાવવા માટે શાસ્ત્રો પરમ અવલંબનભૂત છે. શાસ્ત્ર એ મહાપુરુષોના, કેવળી ભગવંતના વિચારોને અક્ષયકષ છે. સંસાર રૂપી રોગોને નાશ કરવાવાળી તે એક ઔષધિ છે. સત્યના સૌંદર્યથી ભરેલી તે એક સ્ટીમર છે. યુવાનીમાં માર્ગદર્શક છે અને વૃદ્ધાવસ્થામાં આનંદદાયક છે. જડની દુનિયામાં અજબગજબનું પરિવર્તન લાવનાર આજે મહાન બુદ્ધિશાળી વ્યક્તિઓ મળી રહેશે પણ આધ્યાત્મિક દુનિયામાં અજબ ફેરફાર કરી હૃદયપટો કરાવનાર જે કઈ શક્તિ હોય તો તે છે આગમ વચનની અલૌકિક શક્તિ.
આજનો અષાડ સુદ પૂનમને મંગલકારી દિવસ છે. ચાતુર્માસને મંગલ પ્રારંભ આજથી થાય છે. ચાતુર્માસ એટલે આત્મઘરમાં પ્રવેશ કરવાના દિવસો. ચાતુર્માસ એટલે જીવન પરિવર્તન માટેની તક તેમજ દરેક દષ્ટિએ આનંદ, પ્રકુટિલતા અને ઉત્સાહનું અમી સિંચન કરતી ધન્ય ઘડીઓ. ધર્મના બીજ રોપવાની સીઝન એટલે ચોમાસું. જૈનશાસનમાં ચાતુર્માસનું ખૂબ મહત્વ છે. તારક તીર્થકર ભગવંતેએ જૈન મુનિએ માટે વિહારની આચારસંહિતા ગોઠવી છે. મુનિને નવકલ્પી વિહાર કરવાનું કહ્યું છે. શા માટે? એક રથાને સ્થિર રહેવાથી અપ્રીતિ ઉત્પન્ન થાય. રાગ-મોહગ્રસ્ત થઈ જવાય. ક્યારેક રાગના પાપે ખતરા પણ સર્જાઈ જાય માટે આઠ મહિનામાં વિચરણ કરવાનું કહ્યું છે. ચાતુર્માસ કલ્પમાં ચાર મહિના એક સ્થળે રહેવાનું. આ દિવસોમાં જીવની -ઉત્પત્તિ ખૂબ થાય છે. જૈન સંત-સતીજીએ આજે જ્યાં ચાતુર્માસ હશે ત્યાં સ્થિર થઈ જશે. ખાસ અહિંસાપાલન માટે ચાતુર્માસ કલ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહસ્થ માટે પણ ચાતુર્માસને સમય ખૂબ લાભદાયક છે.