________________
જ ૭૦] श्रुतं मे मा प्रहासी:
[ ગીતામાહાન્ય (ભાવાર્થ સહિત) चिदानन्देन कृष्णेन प्रोक्ता स्वमुखतोर्जुनम् ।
वेदत्रयी परानन्दा तस्वार्थज्ञानसश्युता ॥९॥ ચેતન્યરૂપ આનંદને આપનારી તે શ્રીકૃષ્ણ પોતાના મુખે જ અર્જુન પ્રતિ કહેલી, ત્રણ વેઢ સમો, પરમાનંદને આપનારી વાસ્તવિક એવા તત્ત્વજ્ઞાન વડે જ ઓતપ્રોત છે.
योऽशदश जपेन्नित्यं नरो निश्चलमानसः ।
शानसिद्धि स लभते ततो याति परं पदम् ॥१०॥ 'જે નિશ્ચલ મનવાળે નિત્યપ્રતિ આ ગીતાના અઢાર અધ્યાયનો પાઠ કરે છે, તે જ્ઞાનસિદ્ધિને પ્રાપ્ત કરી પરમપદને પામે છે.
पाठेऽसमर्थः सम्पूर्ण ततोऽधं पाठमाचरेत् ।
तदा गोदानजं पुण्यं लभते नात्र सशयः ॥११॥ જે સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હેય, તે અર્થે પાઠ કરે તે પણ ગોદાન કરવાથી ઉત્પન્ન થતા yયને પામે છે, એમાં સંશય નથી.
त्रिभागं पठमानस्तु गङ्गास्नानफलं लभेत् ।
षडशं जपमानस्तु सोमयागफलं लभेत् ॥१२॥ ત્રીજા ભાગનો પાઠ કરનાર ગંગાજીના સ્નાનનું ફળ પામે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરનારો સેમિયાગનું ફળ પ્રાપ્ત કરે છે.
___एकाध्यायं तु यो नित्यं पठते भक्तिसयुतः ।
रुद्रलोकमवाप्नोति गणो भूत्वा वसेञ्चिरम् ॥१३॥ વળી જે પુરુષ અત્યંત ભકિત વડે નિત્ય એક અધ્યાયને પણ પાઠ કરે છે તે રુદ્ધ લેકેને પામે છે. ત્યાં ગણુ તરીકે ચિરકાળ રહે છે.
अध्यायं श्लोकपादं वा नित्यं यः पठते नरः ।
स याति नरतां यावन मन्वन्तरं वसुन्धरे ॥१४॥ હે પૃથ્વી ! જે નર નિત્ય અધ્યાયમાં આવેલા કના એક પાદનો એટલે પા અધ્યાયનો પાઠ કરે છે, તે મન્વન્તર સુધી નરપણાને પામે છે.
गीतायाः श्लोकदशकं सप्त पञ्च चतुष्टयम् । द्वौ त्रीनेकं तदर्ध वा श्लोकानां यः पठेन्नरः ॥१५॥ चन्द्रलोकमवाप्नोति वर्षाणामयुतं ध्रुवम् । गीतापाठसमायुक्तो मृतो मानुषतां व्रजेत् ॥१६॥ गीताभ्यासं पुनः कृत्वा लभते मक्तिमत्तमाम ।
गीतेत्युञ्चारसयुक्तो म्रियमाणो गति लभेत् ॥१७॥ જે પુરુષ ગીતાના દશ બ્લેકે અથવા સાત, પાંચ, ચાર, ત્રણ, બે, એક કે છેવટે અર્ધી બ્રેકને પણ નિત્યપ્રતિ શ્રદ્ધાયુક્ત પાઠ કરે, તે નિશ્ચય દશ હજાર વર્ષો સુધી ચંદ્રલોકને પામે છે. તેમ જ ગીતાને પાઠ કરવામાં સારી રીતે જોડાયેલો મરણ પછી અન્ય યોનિઓમાં નહિ જતાં પુનઃ મનુષ્યપણાને જ પામે છે અને ત્યાં પુના ગીતાનો સારી રીતે અભ્યાસ કરી ઉત્તમ મુકિતને પામે છે. ફકત ગીતા એવા ઉચ્ચારણથી યુકત થઈ મરનારો પણ એ જ ગતિને પામે છે.
___ गीतार्थश्रवणासक्तो महापापयुतोऽपि वा।
वैकुण्ठं समवाप्नोति विष्णुना सह मोदते ॥१८॥ કેવળ ગીતાનો અર્થ સાંભળવામાં પ્રીતિવાળા મહાપાપયુક્ત હોય તે પણ વૈકઠને પામે છે અને વિગુની સાથે આનંદ ભોગવે છે,