________________
lation] ( आम भन पाना यथा ) अमारे भारे ३६ या जान प्रत्यक्ष टा. [अ६८
ॐ तत्सत् श्रीगीतामाहात्म्य ( भावार्थ सहित )
ॐ श्रीगणेशाय नमः । श्रीसश्चिदानन्द सद्गुरवे नमः ॥
श्रीधरोवाचभगवन्परमेशान भक्तिरव्यभिचारिणी।
प्रारब्धं भुज्यमानस्य कथं भवति हे प्रभो ॥१॥ પૃથ્વી બોલી : હે ભગવન! હે પરમઈશાન ! હે પ્રભો ! પ્રારબ્ધ ભોગ ભોગવનારા અજ્ઞાનીઓને ખંડ. પડ્યા સિવાયની એકધારી ભક્તિ કયા ઉપાય વડે પ્રાપ્ત થાય?
श्रीविष्णुरुवाचप्रारब्धं भुज्यमानो हि गीताभ्यासरतः सदा ।
स मुक्तः स सुखी लोके कर्मणा नोपलिप्यते ॥२॥ | વિણ બોલ્યા : જે પ્રારબ્ધ ભોગવનારાઓ હંમેશાં ગીતાના અભ્યાસમાં જ રત બનેલા છે, તે આ લેકમાં જ સુખી થઈ તમામ દુઃખોથી મુક્ત થાય છે. જીવનમુક્ત થવાથી તે કર્મ વડે કદી લેપતો નથી.
महापापादिपापानि गीताध्यानं करोति चेत् ।
क्वचिस्पर्श न कुर्वन्ति नलिनीदलमम्बुवत् ॥३॥ જે તેઓ ફક્ત ગીતાનું ધ્યાન કરે તે પણ જેમ કમળપત્રને જળ સ્પર્શ કરતું નથી, તેમ મહાપાપાદિ પાપોનો તેઓને કદી પણ સ્પર્શ થતો નથી.
गीतायाः पुस्तकं यत्र यत्र पाठः प्रवर्तते ।
तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र वै ॥४ જયાં ગીતાનું પુસ્તક હોય, જ્યાં તેને શ્રદ્ધાયુક્ત પાઠ ચાલે છે ત્યાં જ પ્રયાગાદિ તમામ તીર્થો છે.
सर्वे देवाश्च ऋषयो योगिनः पन्नगाश्च ये। गोपाला गोपिका वापि नारदोद्धवपार्षदैः ॥
सहायो जायते शीघ्रं यत्र गीता प्रवर्तते ॥५॥ જ્યાં હંમેશ ગીતા જ પ્રવર્તી રહી છે, ત્યાં જ નારદ, ઉદ્ધવાદિ પાર્ષદો છે. તે સહ સધળા દેવ, ઋષિઓ ગીઓ, સર્પો, ગાવાળે તથા ગોપીઓ ઇત્યાદિ ઈશ્વરના પરમભક્તો પણ તુરત સહાય કરનાર થાય છે.
यत्र गीताविचारश्च पठन पाठनं श्रुतम् ।
तत्राहं निश्चितं पृथ्वि निवसामि सदैव हि ॥६॥ - જ્યાં હંમેશ ગીતાને જ વિચાર, અધ્યયન, ભણાવવું અને શ્રવણાદિ ચાલુ છે, ત્યાં હે પૃથ્વી ! હું નિઃસંશય હંમેશને માટે નિવાસ કરું છું, એ તદ્દન નિશ્ચિત છે.
गीताश्रयेऽहं तिष्टामि गीता मे चोत्तमं गृहम् ।
गीताज्ञानमुपाश्रित्य त्रील्लोकान्पालयाम्यहम् ॥७॥ હું ગીતાના આશ્રયે જ રહું છું અને ગીતા એ મારું ઉત્તમ ધર છે, આ ગીતાના જ્ઞાનનો આશ્રય કરીને જ હું ત્રણે લેકોનું પાલન કરી રહ્યો છું.
___ गीता मे परमा विद्या ब्रह्मरूपा न सशयः ।
अर्धमात्राक्षरा नित्या स्वानिर्वाच्यपदात्मिका ॥८॥ અર્ધમાત્રારૂપ, અક્ષરરૂપ, નિત્ય અને અત્યંત અનિવચ્ચપદરૂપ એવી આ તા એ મારી નિ:સં.. પરમ વિદ્યા છે.