________________
અર્થ-જે અતમાં કષાયવાન છે, નિર્દય પરિણામી છે, તે પ્રથમ તે પિતે જ પિતાનાં કષાયરૂપી ઝેરી પરિણામેથી પિતાના આત્માનાં ક્ષમારૂપી નિર્મલ પરિણામને ઘાત કરે છે, માટે આત્મઘાતી છે. પછી પરજીના પ્રાણને ઘાત થાય અથવા ન થાય એ જુદી વાત છે. ભાવાર્થ-જેમ અગ્નિથી તપ્ત થયેલ લાલચોળ લઢાને ગોળે હાથમાં લઈ બીજાને મારવા માટે જાય તે પ્રથમ તે તે પિતેજ દાઝે છે; જ્યારે બીજો દાઝે અથવા ન દાઝે, એ એના ભાગ્ય ઉપર આધાર રહે છે: એ ન્યાયે જીવ નિશ્ચય દૃષ્ટિથી વિચાર કરે તે અંતરંગમાં મિથ્યાત્વ, રાગ, કષાયાદિ ક્રૂર પરિણામ રૂપી તીક્ષણ ઝેરી શસ્ત્રથી શુદ્ધાત્માનુભૂતિરૂપ પિતાના નિશ્ચય પ્રાણને તે તે હણી જ રહે છે. વળી સંકલેશ (તીવ્ર કષાય) રૂપ પરિણામ તે કરે છે અને તેનું ફળ અનંત ચૌરવ ભયંકર દુઓને અવશ્ય જોગવવાનું તેને આવશે. - - કષારૂપ પરિણામ જ પાપનું કારણ છે -
पापारंभ परित्यज्य शस्तं तं चरन्नपि ।
वर्तमानः कषायेन कल्मषेभ्यो न मुच्यते ॥ ९॥ ... અર્થ - જે મનુષ્યનું મન કષાયથી રંગાએલ છે, અર્થાત જેને આત્મા કષાયરૂપ પરિણામેથી કલુષિત થઈ રહેલ છે, તે ભલે કે પણ પ્રકારને આરંભ ન કરે અને નિર્દોષ ચરિત્રનું આચરણ પણ કરે, પરંતુ તે કષાયવાન આત્મા પાપથી મુક્ત નથી થઈ શકતે. એને પાપને આ સવ તે અવશ્ય થયા જ કરે છે.