________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ત્રીજો પલવ
વિના રહે છે ખરા ? (૧) માટે જે માણસ ઈર્ષ્યાથી ગુણીના ગુણ ગાતા નથી તે ક્ષુદ્ર માણસે રૂદ્રાચાર્યની માફક પરભવમાં દુઃખી થાય છે, તેની કથા સાંભળે.
-: રૂદ્રાચાર્યની કથા :– કઈ દેશમાં પહેલા અગણિત ગુણોથી સુશોભિત દેડવાળા, જ્ઞાની, ઘણા સાધુઓના પરિવારવાળા તથા પાંચે આચાર (જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર) વગેરે પાળવામાં તત્પર રૂદ્રાચાર્ય નામના આચાર્ય થઈ ગયા. તેમના ગચ્છમાં ચાર સાધુઓ બહુ પ્રખ્યાત હતા. તે ચારે દાન પ્રમુખ મૂર્તિમંત ઉજજવળ ધર્મના ચારે ભેદે હોય તેવા શોભતા હતા. તે ચારમાં પહેલા બંધુદત્ત નામના મુનિ વાદલબ્ધિમાં બહુ હોંશિયાર હતા. પિતાના તથા પારકા ગ્રંથોના અભ્યાસી તે મુનિરાજ વિકટ (મુશ્કેલીથી સમજી શકાય) તર્કને ઉકેલી શકવાની પિતાની અસાધારણ શક્તિથી બધા વાદીઓને હરાવી દેતા. તેમને માટે પંડિત લોકો કલ્પના કરે છે કે-તે મુનિથી વાદમાં જીતવાથીજ હલકા બનેલા ગુરૂ તથા શુક્ર આકડાના તુલ () ની જેમ આકાશમાં ભમે છે. તે મુનિ દોષરહિત તથા અલંકારયુક્ત ગદ્ય તથા પધ લખવામાં કવિત્વ શક્તિવાળા હતા. વર્ગ (ક-વર્ગ ચ-વર્ગ, ટ-વર્ગ, ત–વર્ગ, પ-વર્ગાદ) ના નિયમે ઉપર તેમને એટલે બધે કાબુ આવી ગયે હતું કે નિરેઠવાદ તથા નિર્દન્તવાદમાં વાત કરતા એક વર્ષ સુધી પણ હારતા નહિ; બીજા શ્રી અરિહંત ભગવાનના શાસનરૂપ કમળને વિકસાવવામાં સૂર્ય સમાન, માસક્ષપણ વિગે રે દુષ્કર તપ કરવાવાળા પ્રભાકર નામના મુનિ હતા. તે મુનિરાજ રત્નાવલિ, મુક્તાવલી, લઘુ અને બુસિંહ, નિષ્ક્રીડિત, આચામ્ય વર્ધમાન (વર્ધમાન આંબેલ તપ) - ભદ્ર, મહાભદ્ર વગેરે ભિક્ષુ પ્રતિમાદિ ત્તપસ્યાઓ અનેક વખત કરી ચુક્યા હતા. આ પ્રમાણે તે શાસનને ઉદ્યોત કરવાવાળા મોટા તપસ્વી હતા. નિમિત્ત કહેવામાં સર્વથી કુશળ, નિમિત્તશાસ્ત્રના આઠે અંગેથી જાણતા, હાથની
Jain Education Intel
For Personal & Private Use Only
www.ainelibrary.org