________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
પહેલવ નવમા
外阴阴限限好B888限
Jain Education International
કામે તારી શેઠાણી અને ખેલાવે છે,? અમે ત્યાં આવીને શું કરીએ? અમારી વસ્તુ તમારા રાજા પણ ખરીદવાને શક્તિવંત થયા નહિ, તે તારી શેઠાણી શું ખરીદવાની હતી. ? દાસીએ કહ્યુ કે–“તમારી જેવા ઘણા વ્યાપારી અમારી શેઠાણીના મહેલમાં આવ્યા છે અને આવે છે, તે બધા પોત પોતાના ભાગ્ય પ્રમાણે લાભ મેળવીને જાય છે, કાઈ ખાલી હાથે પાછા જતા નથી. તમે તે કોઇ નવીન જાતિના વ્યાપારી દેખાઓ છે. વ્યાપારની રીતિ પણ જાણતા નથી. અનેકને દેખાડી એ ત્યારે કોઇ એક ઘરાક મળે, પણ માલ ન દેખાડીએ તેા કોઈ ઘરાક મળતું જ નથી. તે સાંભળીને તેમાંથી એક બીજો વ્યાપારી પેલા વ્યાપારી પ્રત્યે ખેલ્યા કે–શું બક બક કરે છે ? આપણે તે વ્યાપારી છીએ, વેચવા કાઢેલી ચીજો સેંકડો માણસો જુએ ત્યારે જ કોઈ ઘરાક મળે, તેમાં રોષ શો ? '' પછી દાસીને કહ્યું કે- બહેન આગળ ચાલ ! તારી શેઠાણીની પાસે અમે આવીએ છીએ.” આમ કહીને દાસી સાથે તે ભદ્રાશેઠાણીને ઘેર આવ્યા. તેએ શેઠાણીના મદિરમાં પેઢા અને અહીં તહીં. સુવર્ણ રૂપ' તથા રત્નાદિકના ગૃહને શોભાવનારા તારણો તથા પુતળીએ વિગેરે જોઈને તે આશ્ચર્ય ચક્તિ થઈ ગયા. તે વિચારવા લાગ્યા કે—“શું આ તે મનુષ્યને રહેવાના મહેલ છે કે શું આ તે દેવમંદિર છે? ઘરના પ્રવેશ દ્વારમાંજ આવી ઋદ્ધિના વિસ્તાર કરેલા છે. તે પછી ઘરની અંદરના ભાગમાં કેવા શોભા હશે ? ખરેખર આ ખાઈ રત્ન ક’બળા જરૂર ખરીદી શકશે. આ પ્રમાણે વિચારતા તે બીજે માળે ગયા. સ્થળે સ્થળે સૂના તાપની જેમ રત્નથી શોભતું ઘર જોતા જોતા તે ભદ્રા માતા પાસે ગયા. ભદ્રાએ પણ આદરપૂર્વક શિષ્ટાચાર કરીને તેમને એસાડયા અને પુછ્યુ કે “તમે શું લાવ્યા છે ?” તેઓએ કહ્યું કે રત્નક ખળા ભદ્રાએ પુછ્યું “તે કેવી
For Personal & Private Use Only
૩ ૧૫૫
www.jainellbrary.org