________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવ નવમો
મલીન થયેલ વિચિત્ર વિપાકવાળુ અને પરમઉદાસી ભાવિ લાવનારૂં ચરિત્ર સાંભળીને મિહને જીતવાના ઉપાય મૂત પરમવૈરાગ્યના રસની શાળા જેવી સંસારભાવનાને ભાવે. સંસારમાં પરિભ્રમણ કરતાં વિવિધ કર્મને લઈને જીવે ચારે ગતિમાં કયા કયા પર્યાયને પામતા નથી ! જેમ કે “ રાજા થઈને રંક થાય છે. રંક થઈને રાજા થાય છે. દરિદ્રી થઈને ધનપતિ થાય છે, ધનપતિ થઈને દરિદ્રી થાય છે ઈન્દ્ર મરીને ગધેડે થાય છે, ગધેડા મરીને ઇન્દ્ર થાય છે, કીડી મરીને હાથી થાય છે હાથી મરીને કીડી થાય છે આ પ્રમાણે ભવાંતરમાં અનેક પર્યા પ્રાપ્ત થાય છે, પરંતુ પૂર્વભવેમાં અનુભવેલું આ જીવ કાંઈ પણ સંભાર નથી પ્રસ્તુત ભવમાં પ્રાપ્ત થયેલા વૈભવના અભિમાનથી મસ્ત થઈને તે ફરે છે. જે જીવ રાજા થઈને આ ભવમાં અખંડ શાસનવાળો સાતે અંગે રાજય પાળતો આંખના ફરકવા માત્રથી કરોડો જીવોને કંપાવે છે. હંમેશા પ્રબળ રીન્ય યુક્ત થઈને અનેક રાજાઓને નમાવે છે, જેના મુખમાંથી નીકળેલું વાક્ય વ્યર્થ થતું નથી, શિકારની કિડામાં હજારો અને જે પીડે છે, ગીતનૃત્યાદિમાં મગ્ન થઈને જે જગતના અન્ય અને નૃણ સમાનલેખે છે. તે જ રાજાને જીવ મૃત્યુ પામીને નરકમાં ઉત્પન્ન થાય છે, અને એકલે જ ક્ષેત્ર વેદના, પરમાધામીએ કરેલી વેદના અને પરસ્પર કરેલી વેદના સડન કરે છે. ત્યાં કોઈ પણ તેનું રક્ષણ કરતું નથી. અસંખ્યકાળ સુધી વારંવાર મૃત્યુ પામીને તિયંગમેનમાં તે ઉપજે છે, ત્યાં પણ અનેક જીવોને હoણીને ફરીથી પાછો નરકમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે તે ભટક્યા જ કરે છે વળી પરભવમાં તે દૂર રહો, આ ભવમાં જ વિચિત્ર કમવિપાકના ઉદયથી જીવ અનેક અવસ્થા અનુભવે છે. ચકી જે પણ રંક થઈને રેળાને સાંભળીએ છીએ જ્યાં સુધી જીવ કર્માધીન છે. ત્યાં સુધી તે સંસારમાં અટકે છે.
Jan Eduenson Interati
For Personal & Private Use Only
T
ainelibrary.org