________________
મ
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવા નવમે
પર્વત પર ગયા. ત્યાં સૂર્યના તાપથી તપેલી શીલતળ ઉપર તે બંનેને સુતેલા જોઈને મેથી ભદ્રા ભૂમિ પીઠ ઉપર પડી ગયા અને મૂછ પામ્યા. શીતવાતાદિના ઉપચારથી સજજ થયા ત્યારે વહરૂઓ સાથે ભદ્રા દુઃખથી આત્ત થઈને અન્યને પણ રેવરાવે તેવા મેટા સ્વરથી રેવા લાગ્યા. ઘણા દિવસથી કરેલ મનોરથ અપૂર્ણ રહેવાથી તેઓ વિલાપ કરવા લાગ્યા કે “આહા ! મેં પાપિણીએ પુન્યબળ ચાલ્યું જવાથી સામાન્ય ભિક્ષુકની ગણનામાં પણ આ બન્નેને ન ગણ્યા. કારણકે મારે ઘેરથી પ્રાયે કેઈપણ ભિક્ષુક ભિક્ષા લીધા વગર ખાલી હાથે પાછો જતો નથી. પરંતુ મૂઠ બુદ્ધિવંત એવી મેં જંગમ કલ્પદ્રુમની જેવા ઘેર આવેલા સુત તથા જમાઈને પણ ઓળખ્યા નહિં હંમેશા યાચકની જેમ સાધુઓ પણ ભિક્ષાને માટે મારે ઘેર આવે છે, તેઓને હું સન્માન પૂર્વક આહારની નિમંત્રણા કરૂ છું પછી તે સાધુઓ નિર્દોષ આહાર ગ્રહણ કરે છે, અને ધર્મલાભની આશિષ આપીને જાય છે, પણ નિભોગીમાં શેખરતુલ્ય મૂખની શિરોમણિ એવી મેં આમને મારે ઘેર આવ્યા છતાં કોઈપણ આપ્યું નહીં. સાધુને ચેપગ્ય ઉચિત આહાર વિદ્યમાન હતું, પણ હા હા! મેં દીધે નહિ, તેમ દેવરાવ્ય પણ નહિ ! જે સામાન્ય સાધુની બુદ્ધિથી પણ આહાર વહેરાવ્યો હતો તે અચિંતિત પણ સ્થાને પડયું” તે ન્યાયથી બહુ સારું થાત, પરંતુ તેમ પણ બન્યું નહિ ! હા! મેં શું કયું ? હા ! મારી બુદ્ધિ કયાં ગઈ? હા! સાધુ દર્શનની મારી પ્રબળ વલ્લભતા કયાં ગઈ? હા ! મારી અવસર ઉચિત ભાષા અને સુખ પ્રશ્નના આલાપની ચતુરાઈ ક્યાં ગઈ ? કારણ કે મેં બંને સાધુઓને કાંઈ પૂછયું પણ નહિ.” તમે કોના શિષ્ય પહેલાં કયાં ગામમાં રહેતા ? તમને સંયમ ગ્રહણ કર્યાને કેટલા વર્ષ થયા છે? હાલ તમારા માતા, પિતા, ભાર્યા બાંધવો છે કે નહિ? હાલ કયે ગામથી આવ્યા છે ?
8888888888888888888888888888888888888
Aિી ક ૩૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org