Book Title: Dhanyakumar Charitra Part 01 and 02
Author(s): Shreyansvijay, 
Publisher: Vishanima Jain Panch Godhra

View full book text
Previous | Next

Page 694
________________ ધન્યકુમાર ચરિત્ર | ભાગ ૨ પલ્લવ નવમે 88288888888888888888888888 સ્થાને તેમને સ્થાપન કર્યા, અને બધું ધન, ધાન્ય તેમને આપ્યું. પિતે સેવા કરનાર થઈને રહ્યા. આવું મહા આશ્ચર્યકારી ચરિત્ર ધન્યકુમારનું જ હોય, બીજાનું હેવા સંભવ નથી. આવી કષાયની મંદતાં તથા વિનયની પ્રગભતા મહાપુરૂષમાં જ હોય, બીજામાં હેય નહિ. આ પ્રમાણે ચાર વખત ખૂબ ધન આપીને જરા પણ મનમાં દૂભાયાવિના તે નીકળી ગયા હતા. તેઓ જ્યાં જતા ત્યાં ત્યાં ખૂબ સંપત્તિ તેમને મળતી. પછવાડે રહેતા મોટા ભાઈઓ પાછા આપદાઓથીજ વિડંબના પામતા અને દુર્દશા પામીને તેમની પાસે આવતા, પરંતુ ધન્નાજી તેને દેખીને વારંવાર બહુમાન સાથે ઘરમાં લઈ જઈને વિનયપૂર્વક બધું તેમને સેપતા. આ પ્રમાણે મહા આશ્ચર્યકારક માયા કપટ રહિત સ્વભાવ, કધ, માન, માયા, લેભ રહિતપણું, ઊંચિતગુણને સહકાર તથા ભદ્રક સ્વભાવ ધન્નાજી વિના બીજા કેઈમાં સાંભળ્યો નથી આ બીજ આશ્ચર્યું છે. ત્રીજુ-પુન્યથી પાંચસે ગામનું સ્વામીપણું અને પૂર્વોક્ત અપરિમિત લહમી મળી. ઉપરાંત રાજમાન મળ્યું, તે ઉપરાંત સર્વ સંપતિવંતેના ગર્વનુ હરણકરનાર ચિંતામણી રત્ન ઘરમાં શોભતું હતું, તે પણ સંતેષ ગુણની બહુલતાથી શ્રી જીનેશ્વરના વચનથી પરિણત મતિવાળા તેના મનમાં એવો કોઈ દિવસ સંકલ્પ માત્ર પણ થયે નહિકે હું પણ સોનુ તથા રત્નોનું નિર્માલ્ય પણે કંકી દઉં, શાલીભદ્રને તે હંમેશા તેત્રીસ પેટીઓ સવારે આકાશમાંથી ઉતરતી હતી, આતે છાસઠ પેટીઓ ઉતારવાને સમર્થ હતા, પરંતુ તેમણે જીનેશ્વરના વચનને હાર્દ (તાત્પર્ય) મેળવ્યો હતે, તેથી સર્વે પુદ્ગલવિલાસને રવપ્નમાં આવેલ ઈંદ્રજાળની માફક નિફળ સમજતા હતા, પ્રાયે કરીને આક્ષેપક જ્ઞાનવંત પુરૂષામાંજ આવા ચિન્હ (લક્ષણો) પ્રત્યક્ષ દેખાય છે, આ જગતમાં પુર્વ પુન્યના પ્રબળ ઉદયથી અપરિમિત ધન તથા સંપતિ જે મેળવે છે, તેઓ તેને ગર્વ કરે છે, તથા પિતાની RESEBB8%AGSSSSSSSSSSSSS 942831 કે ૩૩૭ Jain Education International For Personal & Private Use Only ww ninelibrary.org

Loading...

Page Navigation
1 ... 692 693 694 695 696 697 698 699 700