________________
ધન્યકુમારે
ચરિત્ર ભાગ ૨
પલ્લવ નવમો
લેક પાપને હરણ કરનારી અરિહંત ભગવાનની વાણી સાંભળવા લાગ્યા ભદ્રામાતા દેશને સાંભળતાં આમતેમ સાધુ સમૂડ તરફ જવા લાગ્યા, પરંતુ તેઓની મધ્યમાં ધન્યકુમાર તથા શાલિભદ્ર મુનિને નહીં દેખીને તે ચિંતવવા લાગ્યા કે-“ ગુરૂની આજ્ઞાથી તે કઈ સ્થળે ગયા હશે, અથવા કોઈ સ્થળે પઠન (ભણવું) પાઠન સ્વાધ્યાયાદિ ક્રિયામાં તત્પર થઈ ને અભ્યાસ કરતાં હશે, કેમકે દેશના સમય નિકટ સ્થળ સ્વાધ્યાયાદિ કરે તે દેશના વ્યાઘાત થાય. દેશના સમાપ્ત થશે ત્યારે શ્રી જિનેશ્વરને પૂછીને જ્યાં તેઓ બેઠેલા હશે ત્યાં જઈને વાંદીશ અને આહાર માટે નિમંત્રણ કરીશ.” પછી દેશના સંપૂર્ણ થઈ ત્યારે અરિહંતની પર્ષદા જમાઈ તથા પુત્રથી રડિત દેખીને શ્રી જિનેશ્વરને તેણે પૂછ્યું કે-“પ્ર ! ધન્ય તથા શાલિભદ્ર મુનિ કેમ દેખાતા નથી ?” આ પ્રમાણે ભદ્રાએ પૂછયું, એટલે શ્રી વીર પરમાત્માએ જવાબ આ કે-“ભદ્ર ! આજે તેમને મા ખમણુનું પારણું હતું. તેથી અમારી આજ્ઞા મેળવીને તમારે આંગણે ગોચરી માટે તેઓ આવ્યા હતાં. ત્યાં આહાર નહી મળવાથી પાછા વળ્યા. માર્ગમાં શાલિભદ્રની પૂર્વભવની માતા આભીરી ધન્યાએ અતિભકિતથી દહીં વહોરાવ્યું અહીં આવીને તે બન્નેએ યથાવિધિ તે દહીંથી મા ખમણનું પારણું કર્યું. પછી અમે કહેલ પૂર્વભવનું સ્વરૂપ સાંભળીને ધીમંત શાલિભદ્ર વૈરાગ્યરંગથી રંગાયા અને ધન્યકુમારની સાથે અમારી આજ્ઞાથી આજેજ અર્ધા પર પહેલાં ગૌતમાદિ મુનિઓની સાથે વૈભારગિરિ ઉપર જઈને યથાવિધિ ગમન પાપોપ અનશન તેઓએ અંગીકાર કર્યું છે.” આ પ્રમાણે શ્રી વીરભગવંતના મુખેથી સાંભળીને ભદ્રા, શાલિભદ્રની પત્નીએ, શ્રેણિક, અભયકુમાર વિગેરે વજાઘાત ની જેમ અવા દુઃખથી સંતપ્ત થયા. અને વિદારાતા હૃદયપૂર્વક આકંદ કરતાં તેઓ વૈભાર
3 3893888888888888888888888888888
કે ૩ર૩
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org