________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવ નવમો
MGIR SSSSSSSSSSSSSSSSSSSB GSSSSSSSSSS
હોય તેવું કઈ સ્થળે સંભળાતું નથી, તેવું બન્યું પણ નથી. તે તમારા પુત્રે નિશંકપણે કરેલું છે, તથા ઈચ્છિત ભોગ ભેગવ્યા છે, અવસર પામીને તૃણની માફક ભેગેને તજી દીધા છે. શ્રી વીરપ્રભુની પાસે સુરેન્દ્ર નરેન્દ્રાદિ કટિ પ્રાણીઓને દુર્જય તથા જગનાં લેકોને દુઃખ આપનાર મેહનરેંદ્રને એક ક્ષણ માત્રમાં તમારા પુત્રે જીતી લીધું છે. આ સામર્થ્ય તમારા પુત્રનું જ છે. બીજાનું નથી. વળી મેહનું ઉમૂલન કરીને સિંહની માફક ચારિત્ર લઈ, સિંહની માફક તે પાળી અશેષ કર્મમળને ઉન્મેલન કરવા માટે આરાધનારૂપ જયપતાકા તેમણે ગ્રહણ કરી છે. શ્રીગૌતમ ગણધરની સહાયથી અજરામર પદની તે પ્રાપ્તિ કરશે, હવે શા માટે દુઃખ ધારણ કરે છે? જે તે સંસાર અરણ્યમાં પડયો હોત તેની ચિંતા કરવાની હતી. તેમણે તો સમસ્ત જન્મ, જરા, મરણ, રોગ શેકાદિથી રહિત સચ્ચિદાનંદ (સાચુ સુખ) સુખની સંપત્તિ પ્રાપ્ત કરી છે, પછી શા માટે દુખ ધારણ કરે છે? તમારા પુત્રો તે શ્રીજીનેશ્વરનું શાસન તથા તમારું કુળ બંને ઉદ્યોતિત (શોભાવ્યું છે) કર્યું છે. વળી તમારા જમાઈ નામથી ધન્ય, ઉપકારથી ધન્ય, સમ્યમ્ બુદ્ધિથી પણ ધન્ય, અનુપમ ધમ આચરણથી પણ ધન્ય દુર્જનતાના દેષથી દુષ્ટ એવા તેના ભાઈ એ અનેક વખત ઈર્ષ્યા કરી તે પણ પિતાના સૌજન્ય સ્વભાવથી સવિનય તેમની પ્રતિપાલના કરી તેથી પણ તેઓ ધન્ય થયા છે. તે ધન્ય મુનિના દૌર્યની કેટલી પ્રશંસા કરીએ? જેણે ઉપદેશાદિ પુષ્ઠ કારણ વિના પણ આઠે પત્નીઓને એકી સાથે છેડી દિધી. સમસ્ત અહિક સુખ સંદેહને પૂરવામાં સમર્થ છતા જડ એવા ચિંતામણી રત્નને છોડી દઈને ચારિત્રરૂપ ચિંતામણી રત્નને એક લીલા માત્રમાં તેણે ગ્રહણ કર્યું. વળી જેવી રીતે ગ્રહણ કર્યું તેવી જ રીતે પ્રતિક્ષણે વધતા
ક ૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org