________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે પલ્લવ
Jain Education Interac
જોવાતા પચની સાક્ષીએ ચારિત્ર ગ્રહણ કરે છે અહા ! હું તો ડ્રમકની પેઠે કાંઈ ત્યજતી નથી પરંતુ મારે પુત્ર સ` તજીને પરમ અભયદાન દેનારા શ્રી વીર ભગવંતના સ્વહસ્તે દીક્ષા લે છે. તેમના શિષ્ય થાય છે. તેને શું ભય છે? તે તો સંસારસાગરને જલ્દી તરશે, તેમાં શું અશુભ થાય છે કે તમે દુઃખી થઈને પેદા છે ? શ્રીમત્ જિનેશ્વરના ધર્મને જાણનારા હોવા છતાં આવાં અશુદ્ધ વચને તમારા સુખમાંથી કેમ નીકળે છે ? તેના વિવાહાઢિ મહેાસવા તો અન તીવાર તમે કર્યાં, તો પણ તૃપ્તિ થઈ નહિ પરંતુ આ ભવમાં તમને બન્નેને પરમસુખના હેતુભૂત ચારિત્રોત્સવ કેમ કરતા નથી ? સંસારમાં જે સબધા ધર્મ ના આરાધનમાં સહાય કરનારા થાય તે જ સબધા સફળ છે, બીજા સંબંધો તો વિડ.નારૂપ છે, તેથી ઘેર જઈને ચિત્તની પ્રસન્નતાથી પુત્રના મનોરથની પૂત્તિ કરો કે જેથી તમારે સ’સાર પણ અલ્પ થાય, મેં તો ચારિત્ર ગ્રહણ કરવાનેા નિર્ધારજ કર્યાં છે, તે જગતની સ્થિતિ પલટાઈ જાય તો પશુ કોઈ અન્યથા કરવાને સમથ નથી. સંસારના પાસમાં નાખવાના ગુણવાળા તમારા સ્નેહુ-ગ્રંભ ત દીન વચના સાંભળીને હું ચળાયમાન થાઉં તેમ નથી સંસારના સ્વાર્થમાં એકનિષ્ઠ થયેલા વિવિધ રચના વડે વિલાપ કરે છે, પરંતુ હુ તેવા મૂખ નથી કે ધતુરો વાવવા માટે કલ્પવૃક્ષને છેદી નાખુ ! તમારા સ્નેહવચને પરમ આનંદ આપનારા થતાં ટુતાં તે દિવસો હવે ગયા છે, હવે તે શ્રી વીરભગવંતનાં ચરણ એજ શરણ છે. હવે સ્વપ્નમાં પણ બીજા વિકલ્પે આવવાના નથી, તેથી હવે તાકીદે ઘેર જાએ અને પુત્રને સંયમ ગ્રહણમાં વિઘ્ન કરનારા ન થતાં મદદગારથાઓ.” આ પ્રમાણેનાં ધન્યકુમારનાં નિશ્ચળ ચિત્ત બતાવનારાં વચનેા સાંભળીને તદ્દન નિરાશ થઈ ભદ્દામાતા પેાતાને ઘેર આવ્યા.
For Personal & Private Use Only
STE T
૩ ૩૧૩
www.airnellbrary.org/