________________
શ્રી ધન્યકુમાર !
ચરિત્ર ભાગ-૨
૫લવ નવમાં
GSEBSIDYASASSSSSSSSSSSSSSSBBB%E
જ આભરણે ઉતારી નાખ્યા. કુળ વૃદ્ધ સ્ત્રીએાએ તે ધવળ વસ્ત્રમાં ગ્રહણ કરી લીધા. પછી કહયું કે હે વત્સ ! તમે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા છે. આ વ્રત પાળવું અતિ દુષ્કર છે. ગંગાના પ્રવાહની સન્મુખ જવા જેવું છે. તરવારની ધાર ઉપર ચાલવા જેવું છે. લોઢાના ચણા ચાવવા જેવું છે, ભાલાના અગ્રભાગથી ખરજ ખંજવાળવા જેવું છે, તેથી હે પુત્ર ! તમે સ્વાર્થ સાધવામાં બીલકુલ પ્રમાદ કરશો નહિ” આ પ્રમાણે કહીને અશ્રુ સારતી તે બન્ને વૃદ્ધાઓ એકાંતમાં ચાલી ગઈ. પછી તે બન્નેએ પિતપિતાને મસ્તકે સ્વયં પંચમુઠિ લેચ કર્યો. શ્રેણિક તથા અભયકુમાર વિગેરેએ તેમને મુનિવેશ આપે તે વેશ પહેરીને તે અને શ્રી વીર ભગવંતની પાસે આવ્યા. પછી મહાવીર પરમાત્માએ તે બન્નેને મહાવ્રત ઉચ્ચા રાવી દીક્ષા આપી, સુભદ્રાદિ આઠેને પણ દીક્ષા આપી ને આર્ય મહત્તરા પાસે મેકલી. ત્યાં તેઓ ગ્રહણ અને આસેવના એ બંને પ્રકારની શિક્ષા વિગેરે શીખવા લાગી. હવે તે બંને પાંચ મહાવ્રતોને વિધિપૂર્વક ગ્રહણ કરીને દેવેન્દ્ર તથા નરેન્દ્રોથી પ્રશંસા કરાતા મહામુનિ થયા, શ્રી વીર ભગવંતે સુવિડિત સ્થવિર પાસે તે બન્નેને મોકલ્યા. પછી શ્રેણિક અભયકુમાર વિગેરે શ્રી જિનેશ્વરને નમીને તથા સર્વસાધુઓને વંદન કરીને તે બંને મુનિની પ્રશંસા કરતા સ્વસ્થાને ગયા અહીં’ તે બંને મુનિ સ્થવિરેની પાસે ગ્રહણ ને આ સેવનાશિક્ષા અપ્રમત્ત ભાવથી શીખ્યા અને સ્થવિરની સાથે ઘણા વખત સુધી પૃથ્વી ઉપર વિચર્યા જ્ઞપરિજ્ઞાથી માંડીને સંપૂર્ણ અગ્યારે અંગે તેઓ ભણ્યા અને તેના સ્વાર્થોના અધ્યયનમાં લીન થયા છતા ગીતાર્થ થયા પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે તીવ્ર તપસ્યા કરીને થોડા જ વખતમાં તેઓ મુનિપંગ થયા. અપ્રમત ભાવથ-ઈચ્છાધકરીને એક, બે, ત્રણ, ચાર માસક્ષ પણાદિ વિવિધ તપસ્યા કરીને
888888888888888888888888888888888
૩૭
Jain Education Internal
For Personal & Private Use Only
www.jainelibrary.org