________________
શ્રી ત્રિી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
કરવું જેથી માતા પણ પ્રસન્ન થશે અને મેં જે મનમાં ધાર્યું છે, તે તો ચળાયમાન થવાનું નથી તેથી માતાનાં વચન પ્રમાણે વર્તવું યોગ્ય છે, મેં જે ધાર્યું છે તે તો અવસરે હું જરૂર કરીશ.” આ પ્રમાણે વિચારીને માતાને નમી ઉપરને માળે વાસગૃડમાં ગયે માતા પણ આનંદ પામી કે-“આ સુપુત્રે મારું વચન અંગીકાર કર્યું, લેપ્યું નહિ.
પલ્લવ નવમો
જિનેશ્વરની વાણીથી પરિર્મિત મતિવાળા શાલિભદ્ર સંસારસ્વરૂપની વિચાર મગ્નતામાં આખી રાત્રી પસાર કરી. બીજા દિવસનું પ્રભાત થયું. ત્યારે પ્રથમની સ્ત્રીને આજ્ઞા આપી કે “આજથી તારે નીચેને માળે રહેવું આજ્ઞા વગર ઉપર આવવું નહિં.” તે સાંભળીને “કુળવંત સ્ત્રીઓએ પતિનું વચન ઉલંધવું નહિ.” તે હેતુથી તે વિષાદપૂર્વક અધભૂમિમાં જઈને રહી. અને વિચારવા લાગી કે-“અહો ! મારા સ્વામીએ આ શું કર્યું? નિરપરાધી એવી મને શા કારણથી તેમણે તજી? શું મને પહેલી તજવા માટે જ મારી સાથે પહેલું લગ્ન કર્યું હતુ? લજજા અને વિનયથી યુક્ત એવી હું કોઈ પણ પ્રશ્ન પૂછવાને શક્તિ માન નથી હવે શું થશે.? દિવસરાત્રીને નિર્વાહ કેવી રીતે થશે ? સર્વમાં હું અગ્રેસર છું, તેને પતિએ એકક્ષણવારમાં ગણત્રી બહાર કરી દિધી તેથી અનુમાન કરતાં જણાય છે કે અનુક્રમે સર્વેની આજ ગતિ થશે, જે બીજીઓનું ત્યજન નહિ થાય તો તે મારા દુષ્કર્મોનો ઉદય થયો એમ જ સમજવું, તે સર્વે દુર્ભાગ્ય વંતીઓમાં હું અગ્રેસર ઠરીશ.” આ પ્રમાણે વિકલ્પની કલપનાના સમૂહથી ઉદ્ભવેલા કટમાં પડેલી અને મુખે નિશ્વાસ મૂકતી તે મલીન (દર્પણ) આરીની જેમ ખિન્ન વદનવાળી થઈ ગઈ, અને
ક ૧૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org