________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
સુખ તમે પામે ? “હે માતા ! હું પણું પરમ ઉપકારી વીરભગવંતના આથા વચનથી તેના રહસ્યને સમયે છું તેથી તે પ્રમાણેજ કરવા ઈચ્છું છું.”
&&
પલવ નવમો
&欧欧欧欧欧欧欧医
માતાએ કહયું કે “વત્સ! ચારિત્ર અતિ દુષ્કર છે, ગહન એવા વન, ગિરિ. ગુફામાં રહેવાનું હોય છે, ત્યાં તારી સંભાળ કોણ કરશે ? ઘેરતો ક્ષણે ક્ષણે સાવધાન એવા સેવકો વિગેરે અનુકૂળતા પ્રમાણે વર્તે છે, ચારિત્રમાં કઈ સાથે હોતું નથી. ઉલટું સંયમને મૃતનું આરાધન અને તવૃદ્ધિ તથા વવૃદ્ધ વિગેરેની સેવા કરવાનું હોય છે.” શાલિભદ્ર કહયું કે-“માતા વનમાં મૃગાદિ સુકમળ પશુઓની કોણ સંભાળ રાખે છે?તે કરતાં તો હું પુન્યવાન છું, કારણકે પરમ કરૂણાવંત એવા આચાર્ય, ઉપાધ્યાય, સ્થવર, ગણાવદક તથા અન્ય રતનધિઓની સહાયથી મને શું દુ: ખ થવાનું છે ? હવે એ વાતની એક જ વાત. હું કહું છું કે મારે અવશ્ય ચારિત્ર ગ્રહણ કરવું છે તેમાં જરાપણું સંદેહ નથી.” આ પ્રમાણે સાંભળીને માતાએ જાણયું કે“આ વચન વડે આ ખરેખર ઘર તજશેજ, તેથી હવે કાળને વિલંબ જ આમાં કરાવે.” તેમ વિચારીને તેણે કહ્યું કે-“વત્સ! જે તારે અવશ્ય ચારિત્ર લેવું જ હોય તે તું સાહસ કર નહિ, દશ દિવસ જે કાંઈક કાંઈક ત્યાગ કર, કે જેથી તારી શકિતની પરીક્ષા થાય. પછી જલ્દીથી ધર્મમાં મનને દોરજે કે જેથી અખંડ રીતે તેનો નિર્વાહ થાય.” આ, પ્રમાણેનાં માતાનાં વચન સાંભળીને શાલિભદ્ર વિચાર્યું કે
નેહથી ગુંથાયેલ માતા તાકીદે આજ્ઞા આપશે નહિ અને માતાની આજ્ઞા વગર કઈ ચારિત્ર પણ આપશે નહિ તેથી માતા કહે છે કે- દશ દિવસ સુધી ચારિત્રની તુલના કર.” તે માતાનું વચન અંગીકાર ||
3%825888882825 825628888888
કે ૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org