________________
શ્રી
ધન્યકુમાર ચિત્ર
ભાગ ૨ પલ્લવ નવમા
Jain Education Interna
NCERT
EEYAST
મહાકષ્ટથી તે રાત્રી અને દિવસ તેણે પસાર કર્યાં. ત્રીજે દિવસે સવારે વળી બીજી પત્નીને આજ્ઞા મળી કે-તારો આજથી ત્યાગ કરવામાં આવ્યા છે. તેથી તારે પ્રથમની પત્ની પાસે જઇને રહેવુ.’” તેથી તે પશુ ખિન્ન વદનવાળી થઈને તેની પાસે ગઇ. તે પણ તેને આવતી દેખીને જરા હસી ઉઠીને સામે ગઈ અને હાથતાળી દઈને કહેવા લાગી કે- સખી ! આવ, આવ ! તું પણ મારી ગતિનેજ પામી દેખાય છે! બહુ ચિંતા કરીશ નહિ. સર્વે ની આવી જ ગતિ ભવિષ્યમાં થવાની હોય તેમ દેખાય છે, તેથી આપણી ચિ'તા નિરક છે. પ’ચને દુ:ખ નહિ’ તેવું શ્રુતિવાકય છે.' અહીં ઉપર રહેલી ત્રીજી સ્ત્રી વિચારવા લાગી કે આવતી કાલે મારી પણ આજ દશા થશે.' પછી તેણી જેમ જેમ દિવસ ચઢવા લાગ્યું તેમ તેમ ચિંતા તથા શોકથી આકુળ વ્યાકુળ થઈ છત્તી આનંદ પામી નહિ. ચેાથે દિવસે ત્રીજી સ્ત્રીને પણ આજ્ઞા આપીને વિસર્જન કરી, આ વાત ભદ્રાએ જાણી તેથી તે શાલિભદ્રની પાસે આવીને વિવિધ સ્નેયુકત વચના અને યુકિતએ વડે વિનવવા લાગી-સમજાવવા લાગી, પરંતુ વ્રતના આશયમાંથી તે જરાપણ પાછા હઠયા નહિ આ પ્રમાણે હ ંમેશા માહની રાજધાની જેવી એકેક સ્ત્રીને ત્યજવા લાગ્યા અને મેહની ઉત્પત્તનું તેને કારણ જાણીને તેની ઉપરથી સર્વથા રાગ તજી દીધો.
હવે શાલિભદ્રની બહેન સુભદ્રા પોતાના પતિ ધન્યકુમારનુ મસ્તક સુગંધી જળ વડે ધોઈને અતિ સુગંધી તૈલાદિ નાખવા પૂર્ણાંક કાંચકીથી વેણી ગુંથતી હતી, ખીજી બધીએ પણ યથાસ્થાને બેઠેલી હતી તે વખતે સુભદ્રાની આંખમાંથી અંધુના વિયેાગ દુઃખના સ્મરણને લઇને ચિત્ત અસ્વસ્થ થવાથી થયેલી
For Personal & Private Use Only
防刮防枕烧 瘤防防防限* WWFW烧限B&
* ૩૦૪
www.airnellbrary.org/