________________
શ્રી
||
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ |
નવમો પલ્લવ
A 48 8 8 86MSKSKYMES SEMEBERV228
ભૂમિ ઉપર પડી ગઈ. પછી દાસી વિગેરેએ વાતાદિ શીતળ ઉપચાર વડે તેને સજજ કરી, તે વખતે વિયેગ દુઃખની કલ્પનાથી ફાટતા હદય વડે આકંદ કરતી તે બેલવા લાગી કે “અરે પુત્ર ! કાનમાં નખાતા તપવેલ સીસાની જેવું આ તું શું બેલે છે? તારે વ્રત લેવાની શી વાત ? વ્રત તે તારૂં અશુભ ચિંતવનારા પાડોશીઓ ગ્રહણ કરશે ! તારે વળી ચારિત્ર કેવું ?” તે વખતે શાલિભદ્દે કહયું કે-“માતા ! તેમ બોલે નહિ, જે ચારિત્ર ગ્રહણ કરે છે તેઓ કેઈનું અશુભ ચિંતવનારા હોતા જ નથી. તેઓ જગતના જીવે ઉપર મૈત્રીભાવવાળા હોય છે. સકળ જીવેનું હિત કરનારા તેઓ તે જગત સર્વને વંદન કરવા ચોગ્ય હોય છે.” ત્યારે માતાએ કહ્યું કે “વત્સ ? તારું શરીર અતિશય સુકોમળ છે આ શરીરથી સંયમને નિર્વાહ ન થાય, ચારિત્ર વા જેવું કઠીન છે, તારું શરીર કમળ પુષ્પ જેવું સુકોમળ છે, જેમાં અતિ દ્રઢ શરીરવાળા હોય છે. તેઓને પણ જિનેશ્વરની દીક્ષા પાળવી દુષ્કર છે. તે પછી તારાથી તે તેને નિર્વાહ કેમ જ થાય? શાલિભદ્દે કહયું કે-“મારી કરતાં પણ અતિ સુકોમળ રાજાઓ પણ એક છત્ર તુલ્ય રાજ્યને છોડી દઈને દુકર ચારિત્ર લઈ શ્રીવીર ભગવંતના ચરણકમળની ઉપાસના કરે છે.” માતાએ કહયું કે “વત્સ ! જ્યારે રાજા આપણે ઘેર આવ્યા, ત્યારે જ તે વખતે તારા શરીરની દઢતા જણાઈ હતી. તેણે બહમાન પૂર્વક તને ઉસંગ ખેળામાં બેસાડો. સ્નેહથી તારી પીઠ ઉપર હસ્ત સ્પર્શ કર્યો, ત્યારે તારા શરીરમાંથી ગિરીમાંથી નિર્ઝરણની જેમ પરસેવાની ધારી થઈ હતી પછી મેં વિજ્ઞપ્તિ કરીને તને મુકાવ્યું હતું આવ તું સુકમળ છે, તે તું જિનેશ્વરની દીક્ષા લેવાને ઉત્સુક થયે છે, તે તું કોને હાસ્યાસ્પદ થઈશ નહિ? મંકડો ગેળને ઘડો ઉપાડવા છે તે કેમ બને?
Jan Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org