________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમા પલ્લવ
Jain Education International
यस्य पादयुगपर्युपासनाद्, नो कदापि रमया विरम्यते । सोऽपि परिदधाति कंबल, तदूविधेरधिकतोऽधिकं बल ॥
જેના પાઠની સેવા કરવામાં લક્ષ્મી એક ક્ષણ પણ વિરામ પામતી નથી, તેને પણ કંબળ ધારણ કરવુ' પડે છે, તેથી જાણવું કે વિધિથી અધિક બળવાન કાઈ નથી.’'
હવે તે કુમારને તે દિવસ પવનો હોવાથી એક શેઠને ઘેરથી સાથવા અને ગાળની ભિક્ષા મળી તે ભિક્ષા લઈ ને તે સરાવરને કાંઠે ગયો ત્યાં સાથવાને જળ વતી પલાળીને તેમાં ગાળ ભેળવી તેને ખાવા યોગ્ય અનાવ્યો, પછી કુમારે વિચાર્યું કે-“હમણા કોઈ અન્નાથી આવે તો ઉત્તમ થાય તેને કાંઇક આપીને પછી હું ભાજન કરૂ થાડામાંથી પણ ઘેાડું દેવું તેવુ' શાસ્ત્ર વચન છે.” આ પ્રમાણે તે વિચારે છે, તેવામાં તેના મહા પુન્ય સમૂહના ઉદયથી કોઈ એક માસેાપવાસી સાધુને તે માગે થઈ ને જતા તેણે જોયા તે મુનિ પારણા માટે ગોચરી લેવાને ગામમાં ગયા હતા. તેમને પ્રાસુક જળ મળ્યું હતું, પરંતુ એષણીય આહાર મળ્યા ન હતા. તેથી પાણી માત્ર, ગ્રહણ કરીને અન્ન ન મળે તે તપની વૃદ્ધિ અને મળે તે દૈસુધારણા થાય' એમ વિચારતા સમતામાં લીન થયેલા સ ંતેષરૂપી અમૃતના ભાજન તુલ્ય તે મુનિ બહાર ઉપવનમાં પાછા જતા હતાં, તેમને દેખીને તે કુમાર અંતઃકરણમાં અત્યંત આનંદપામી વિચારવા લાગ્યા કે“ અહા ! હજુ મારા ભાગ્ય જાગતા છે, કારણ કે આ મૂર્તિમાન ધર્માં જ
For Personal & Private Use Only
08
* ૯૦
www.jainelibrary.org