________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
પલ્લવ નવમેા
Jain Education Intemational
સાથે બહુમાનપૂર્વક તેને અત્રે લાવી. હે રાજન ! તે વીરધવળ છે.’’
પછી રાજાએ કુશળ ક્ષેમ વગેરે પૂછીને શિષ્ટાચારપૂર્વક તિલક કરી સાતે અંગે યુક્ત પોતાનુ રાજ્ય તેને આપ્યું અને શિખામણ આપી કે તમારે આ રાજ્ય શુદ્ધ પરિણતિથી ન્યાયપૂર્ણાંક પાળવુ` કે જેથી કોઈ મને સ ંભારે નહિ અને પ્રાંતે મારી જેમ તમારે પણ ચારિત્ર ગ્રહણ કરવું, પરંતુ શ્લેષ્મમાં લિપ્ત થયેલ માખીની જેમ સંસારમાં ચોંટી જવું નિહ.” વીરધવળે તે અધુ વિનયપૂર્વક સાંભળીને અંગીકાર કર્યું... પછી વીરધવળે મહાત્સવપૂર્ણાંક ચંદ્રધવળ અને ધદત્ત વિગેરેને અનુમેાદના કરતા દીક્ષા અપાવી. તેઓએ પાંચ મહાવ્રતો અંગીકાર કર્યા. વિધિપૂર્વક શિક્ષા ગ્રડણ કરી અને યથાયેગ્ય રીતે મુનિમ’ડળમાં રહ્યા. ગુરૂએ ઉપદેશ આપ્યો કે–
चारित्ररत्नान्न परं हि रत्नं, चारित्रलाभान्न परो हि लाभः ।
चारित्रवान्न परं हि वित्तं, चारित्र योगान्न परो हि योगः || १ ||
“ ચારિત્ર રન જેવુ' કોઈ રત્ન નથી. ચારિત્રના લાભ જેવા કોઇ લાભ નથી. ચારિત્ર ધન જેવું ફોઇ ધન નથી અને ચારિત્ર ચે!ગ જેવા કોઈ યોગ નથી. (૧)
For Personal & Private Use Only
EXE
* ૨૯૩
www.jainellbrary org