________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
જાણીને તેની ભક્તિના ખંડનના ભયથી મુનિએ પાત્ર ધર્યું એટલે કુમારે તે બધે પિંડ પાત્રમાં વહરાવ્યું. તે સમયે કુમારને હર્ષોલ્લાસ પગથી શિખા પર્યન્ત સમુદ્રની ભરતીની જેમ અતિશય વૃદ્ધિ પામ્યો. કે જે તેના હૃદયમાં તથા ચિત્તમાં સમાતે પણ ન હતું. જેવી રીતે આ જન્મથી દરિદ્રીને અકરમાર્કે ટિમૂલ્યવાળું નિધાન (રત્ન) ઘેર બેઠા મળે અને તેથી તે હર્ષઘેલા થઈ જાય તેની માફક હર્ષના પ્રકર્ષથી અને આનંદથી ગાંડો થઈ ગયો હોય તે તે દેખાવા લાગ્યો. હર્ષથી વ્યાકુળ થવાને લીધે તે એક વચન પણ બોલી શકે નહિ.
નવમે પહેલવ
- હવે તે દાનને સમયે માર્ગે જતી શાસનદેવીએ કુમારની અતિશય દાનભક્તિ જોઈ તેથી ચિત્તમાં બહુ ચમત્કાર પામી કુમારની ઉપર ગુણના રાગથી તેનું હૃદય ખેંચાણું, એટલે તેણે ઉચ્ચ નાદ સાથે દેવ દુંદુભિ વગાડી અને બોલી કે - “ તુ ધન્ય છે, તું ધન્ય છે. બહુ સારું દાન આપ્યું, હું આ તારા ધર્મવૃક્ષના પુછપરૂપ ચંદ્રવળ રાજાનું રાજ્ય તને આપું છું. આ પ્રમાણે વર આપીને તે દેવી અંતર્ધાન થઈ ગઈ કુમાર પણ સાધુની પછવાડે સાત આઠ પગલાં જઈ ફરીથી તેમને નમીને સ્થાને પાછો આવ્યા, પરંતુ દાનના સમયે પ્રાપ્ત થયેલ હર્ષથી તે વારંવાર પુલકિત થવા લાગે. કેટલાક વખત સુધી તે મહાદાનની અનુમોદના કરીને, પછી બીજે ગામ જઈ ભિક્ષા વડે સાથે મેળવીને તેણે પ્રાણવૃત્તિ કરી પિટ ભર્યું”. હે ચંદ્રવળ રાજા ! તે શાસનદેવીએ તને સ્વપ્ન આપ્યું અને બીજે દિવસે તે દેવી અતિભક્તિપૂર્વક કરેલા દાનધર્મનું ફળ પ્રત્યક્ષ અપાવવા માટે અને તેના યશકીતિ વિસ્તારવા માટે દેવવર્ગની
ક ૨૯૨
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org