________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨/૪
નવમે પલ્લવ
ડા દિવસમાં તે તમે મેળવેલી આખી સંપદાને સફળ કરશે તે જોઈ ને આપની ઈચ્છા પૂર્ણ થશે. તે વખતે આ સેવકેના પ્રયાસને વખાણ અને યોગ્ય બદલે આપજો તે સાંભળીને દંપતી હર્ષ પામ્યા. પેલા જુગટીઆઓમાંથી એકે આગળ જઈને કામ પતાકા ગણિકાનું નિવેદન કર્યું કે આજે નગરશેઠના પુત્રને તારે ઘર અમે લાવશું, તારે તેની પાસે તારૂ પૂર્ણ કલા કૌશલય દેખાડીને તેના ચિત્તને આકર્ષવું કુમાર જે તે નથી. સર્વ કળામાં કુશળ છે. સર્વ શાસ્ત્ર ના હાર્દને જાણનાર છે, તેથી બરાબર ધ્યાન દઈને સર્વ કળા બતાવજે. જે પ્રસન્ન થશે તે એ જંગમ કલ્પવૃક્ષ છે. ઈચ્છિત કરતાં પણ વધુ આપે તે છે. ” તેણીએ કહયું કે- “ તાકીદે લાવે, પછી બધુ જણાશે. મુનિમાર્ગમાં રહેલા, મુકિતપુરમાં પ્રવેશ કરવાને લાયક થયેલા એવા પુરૂને પણ વેશ્યાઓએ સર્વ ત્યજાવ્યું છે. અને કામગમાં એકતાન કર્યા છે. તે તેની પાસે આ કેણ માત્ર છે? આ તે વણિકપુત્ર છે. બધુ સારૂં થશે.આમ કહીને તેને રજા આપી. પછી કુમાર પણ રથમાં બેસીને તે સવને સાથે લઈ કામ પતાકાને આવાસે આ કુમારનું આગમન સાંભળતા જ તે ઉઠી. સુવર્ણ રત્ન, મેતી વિગેરેથી બન્ને હાથે ભરીને બારણા સુધી આવી કુમારને તેણે વધાવ્યા, અને “ અહીં આપના ચરણ ધરે, આપ ભલે પધાર્યા, આપના ચરણે વડે મારા આ રંકગૃહને પવિત્ર, કરે, આપની આજે મારા ઉપર મોટી કૃપા થઈ, આજે મારે આંગણે વાદળાં વગર અમૃતમેઘની વૃષ્ટિ થઈ, આજે મારે આંગણે કલ્પવૃક્ષ ફળે. વગર બોલાવેલી વર્ણગંગા આજે મારે ઘેર ઉતરી કારણકે નગરશ્રેષ્ઠીના કુળદીપક કુમારે મારું ઘર આજે અલંકૃત કર્યું.” આ પ્રમાણેનાં વચનામૃતથી તેને સંતોષી ને-“ ખમા ખમા” એમ બેલતી કુમારને ઘરના અંદરના ભાગમાં લઈ ગઈ. ત્યાં પણ ફરીથી મધુર વચને વડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org