________________
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ - ૨
૫૯લવા નવમ
GEETA
ABASE888888888888888888888
તેને સંતોષીને ઉપરના માળે ચિત્રશાળામાં દેવતાના શયન જેવા પલંગ ઉપર બહુમાન પૂર્વક તેને બેસા કુમાર જ્યાં જ્યાં જેતે હતા ત્યાં ત્યાં કાચ વિગેરેની શોભાથી સાક્ષાત્ વિમાન હોય તેવી ભ્રાંતિ થતી હતી પછી પ્રથમ તે કામસેનાએ કસ્તુરી, ચંદન, અત્તર, વિગેરે બહુ મૂલ્યવાન પદાર્થોથી કુમારનું શરીર સુવાસિત કર્યું, ગુલાબજળ વિગેરે સુગંધી જળના છાંટણા કર્યા. પછી નારંગી, આંબા, દાડિમ, અંજીર વિગેરે તાજાં પાકેલાં. મધુર સ્વાદવાળાં ફળે તેની પાસે ધર્યા. પછી દ્રાક્ષ, અખરોટ બદામ વિગેરે વિવિધ દેશમાંથી આવેલા મેવા તેની પાસે મૂક્યા. પછી માદક પદાર્થો જેમાં આવેલા છે, એવા જાયફળ, અગર, કસ્તુરી અબરખ, કેસર, સિતોપલાદિકથી બનાવેલ કામવૃદ્ધિ કરનાર કઢેલ દુધને કટો ભરીને તેની પાસે મુકો, પછી પુષ્પ, તાંબુળ વિગેરે પાંચ સુગંધીવાળા પાનના બીડા તૈયાર કર્યા. અને વચ્ચે વચ્ચે મીઠી અને પ્રીતિ વધારનાર કામે દિપક વચને બોલતી. સેળે શંગાર સજેલ હોવાથી સુંદર લાગતી અને હાવભાવ પ્રગટ દેખાડતી તે વેશ્યાએ તે બીડાં તેની પાસે ધર્યો. પછી તે કુમારની પાસે આવીને ઉભી રહી. કુમાર પણ તેના હાવભાવ, સેવા તથા ચતુરાઈથી મગ્ન થઇ ગયે. પછી તે અતિ મિષ્ટ, લલિત, સુકમળ, કોકિલાની જેવી મધુર વચને વડે કહેવા લાગીકે-“ સ્વામિન્ ! આ ગ્રહણ કરે આ સુંદર છે, આ તે જ કરનાર છે, આ બળવૃદ્ધિ કરનાર છે, આ બુદ્ધિ વધારનાર છે, આ માંગળિક છે, આ પ્રથમ સમાગમમાં શુકનરૂપ છે, આ ખાવાલાયક છે. આ પ્રમાણે મિષ્ટ વચનથી તૃપ્ત થતા કુમારે યથારૂચિ તે આરોગ્યું. પછી સ્વસ્થ થયા એટલે તેને નાટારંભ શરૂ કર્યો. અને રાગ તાન, અનેક નવા નવા કામે દિપક હાવભાવ વડે કુમારને તેણે તેના રસમાં મન કરી દીધું. તે વખતે કુમારને પ્રથમના યૌવનમાં ઉપજેલા વિકારોથી અતિ માદક દ્રવ્યથી.
3888888888888888888888888888
ક ૧૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org