________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવ નવમે
8 8888888888888LISSEHEN
તરીને સાતમે દિવસે હું કાંઠે આવી વનના મધ્યભાગમાં સરોવરનું જળ પીને શ્રમથી ખિન્ન થયેલી વૃક્ષની નીચે હું સુતી હતી તેવામાં રાક્ષસે ઉપાડીને મને અહીં મુકી પછી મને ભયથી કંપતી દેખીને રાક્ષસે કહ્યું-કે
તું બીશ નહિ. સાત દિવસથી હું ભુખે છું પણ મને તને જોઈ ને દયા આવી છે, તેથી જ્યાં સુધી બીજું ભય મળી જશે ત્યાં સુધી તને હું ખાઇશ નહિ.” આમ કહીને તે ચાલ્યા ગયે, પછી તે તમને પકડી લાવ્યો છે સત્ પુરૂષ! તમને જોઈને હું વિચારતી હતી કે-“અરે વિધાતા મને કેવી અભાગ્યવતી નીપજાવી છે? પ્રથમ પિતાદિકને વિયેગ જે હવે આ પુરૂષના વિનાશને સમય જોવા માટે મને અત્રે લાવીને જીવતી રાખી.” આમ કહીને ફરીથી તેણે પૂછયું કે-“હે સપુરુષ! તમે ક્યાંથી આવે છે? સાચું કહેજો આ પ્રમાણેના તેના વચન સાંભળી ને ધર્મદત્ત હસીને બોલ્યા કે-“ભદ્ર! જેને તું પરણવાની હતી તે જ હું છું મારું નામ સ્થાન વિગેરે તે જે કહેલું છે તેથી હું શું કહું? તે સાંભળીને તે કન્યા સંબ્રાંત થઈ તેવામાં તેની વામ ભુજા ફરકી તેથી તેણે રાજી થઈને વિચારવા લાગી કે “આ શુભ ઉદય સૂચવનાર ચિન્હ છે, તેથી આ ઈષ્ટને સંગ પણ કુશળપણું જ સૂચવે છે, પરંતુ તેનું રહસ્ય તે કેવળી ભગવંત જ જાણી શકે છે.” આ પ્રમાણે વિચારીને તે ધીરજ પામી, અને આ મારા ધારેલા પતિધર્મદત્તને વિધાતાએ મેળવી આપે. એમ નિશ્ચય કરીને તેણી તેનાથી લજજા પામી ધર્મદરે કહ્યું કે “હે ભદ્ર છે કે આપણે યોગ દેવે કઈપણ રીતે મેળવે છે. પરંતુ વિચારીને કહે કે તે લગ્નને દિવસ કયે વખતે કહે છે ?' તેણે પણ યાદ લાવી વ્યતીતના દિવસેને નિર્ણય કરીને કહ્યું કે-“તે દિવસ આજને જ છે. સમય પણ અત્યારને જ છે. તેણે કહ્યું કે –“તે પછી કલ્યાણને સમય કેણુ મૂકે ” તેણીએ
58988
ક ૨૩૩
Jan Education International
For Personal & Private Use Only
wwwine brary.org