________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
બેલવા લાગ્યા કે-“જુઓ, શ્રીપતિ શેઠને પુત્ર કે ! પિતાનું નામ કેવું વધાયું? પૂર્વે તે ક્ષીણ થઈ ગયો હતો, પરંતુ પોતાની ભુજા બળથી ઘણું ધન ઉપાજીને તે આવ્યો અને કુળને દીપાવ્યું. જે સુપુત્ર થાય તેજ કુળને અજવાળે છે. કહ્યું છે કે
નવમે પક્ષ
एकेनापि सुपुत्रेण, जायमाने च सत्कुलम् । शशिना चेव गगनं, सर्वथैवोज्ज्वलीकृत्तम् ॥१॥
જેવી રીતે એક જ ચંદ્ર આકાશને ઉજવલિત કરે છે, તેમ એક જ પુત્ર પણ સકુળને શેભાવે છે, ઉજવલિત કરે છે.”
આ પ્રમાણે દરેક ઘરમાં દરેકને મુખે તેનો યશ બેલાવા લાગે, હવે બીજે દિવસે સ્વજન, મિત્ર, જ્ઞાતિજનોને નિમંત્રીને અતિ સુંદર સુખડી સહિત રસવતીથી તેમને ભેજન કરાવી પુષ્પ તાંબુળાદિ આપી તેઓનું વસ્ત્રાભરણથી સન્માન કર્યું, પછી પૂર્વની પત્ની પાસે વહાણુમાં બેઠા ત્યારથી ઘેર પાછા આવ્યા ત્યાં સુધી બધે વૃત્તાંત કહ્યો, તેણી પણ આંખમાં આંસૂ લાવીને બેલી કે“સ્વામિન ! પૂર્વજોના ધર્મપસાયથીજ આપના દર્શન થયા છે. આટલા દિવસે મેં મડા દુઃખમાં પસાર કર્યા છે, તે દુઃખ મારૂં મન જ જાણે છે, અથવા જિનેશ્વર જાણે છે. આવુ દુઃખ શત્રુને પણ ન છે પરંતુ આપના દર્શનથી તે સર્વ દુઃખ વિસરાઈ ગયું છે. હવે તે ભાગ્યવતી સ્ત્રીઓમાં હું અગ્રેસર થઈ છું અને સર્વ સ્વજનને હર્ષ
કે ૨૫૦
Jain Education Intern
For Personal & Private Use Only
www.jainelibrary.org