________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે
પહેલા
તે ભા. એ પ્રમાણે કેટલેક કાળ ગયા પછી તે નગરમાં શ્રી અજિતસિંહ સૂરિ પધાર્યા. લેકના મુખથી તે હકીકત સાંભળીને પુત્ર સહિત અમે દંપતી વંદન કરવા માટે ગયા. પાંચ અભિગમ સાચવીને તેમને વાંદી સમીપે બેઠા. દેશના આપી અમૃતના રસને જરતી તેમની દેશના સાંભળીને વૈરાગ્યરંગથી રંગાયેલા અમારા અંતઃકરણ પીગળી જવાથી અમે બુઝયા એટલે ગૃહસ્થપણું છોડી દઈને તે સૂરિની પાસે પુત્ર સહિત અમેત્રત ગ્રહણ કર્યું. ગ્રહણા આસેવનારૂપ શિક્ષા હું શીખે અને ગુરૂની કૃપાથી યથામતિ અનેક શાસ્ત્રોનાં તાત્પર્ય મેં પ્રાપ્ત કર્યા. ગુરુ પાસે રહીને તપ ક્રિયા કરતાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમ વડે અવધિજ્ઞાન પ્રાપ્ત થયું પછી ગુરૂએ કૃપા કરીને સૂરિપદ આપ્યું અને અનેક સાધુનો સમુદાય મને સોંપ્યું હું પૃથ્વી ઉપર વિહાર કરતા આજે અહીં આવ્યો છું.
આ તારી માતા વહાણ ભાંગવાથી જળમાં બુડી ગઈ. આર્તધ્યાનથી મરીને તે માછલી થઈ અને ફરીવાર મૃત્યુ પામીને તે આ વાંદરી થઈ છે, આધ્યાનથી તિર્યંચની ગતિ, રૌદ્રધ્યાનથી નરકગતિ, ધર્મ દયાનથી દેવગતિ અને શુકલધ્યાનથી મેક્ષગતિ મળે છે, શુભ તથા અશુભ ધ્યાનના મધ્ય પરિણામથી જ મનુષ્ય ગતિમાં જાય છે. જ્યારે અહીં હું આવ્યું ત્યારે મને દેખીને પૂર્વભવના ઉદથી તે વાંદરી અહીં ભમે છે અને નાચે છે.
આ પ્રમાણેનાં ગુરુના વાકયે સાંભળીને ધનવતી વાંદરીને જોઈને વાંરવાર રેવા લાગી અને “હા ! માતા ! તને શું થયું ! આ પ્રમાણે વારંવાર બેલતી આંખમાંથી આંસુ પાડવા લાગી. ગુરુએ કહયું કે
Jan Education Intere
For Personal & Private Use Only
wwwjainelibrary.org