________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે પલવ.
અખંડ રહે તેમાં મારા જ મહત્ત્વની વૃદ્ધિ છે પિતાની અપકીતિને નાશ થવાથી સુપુત્રપણા માટે મારી
ખ્યાતિ થશે.” આ પ્રમાણે વિચારીને કુમારે પ્રણામપૂર્વકતે બીડું ગ્રહણ કર્યું તે દેખીને રાજા અને લેકે ચમત્કાર પામ્યા અને પરસ્પર કહેવા લાગ્યા કે “ આ રાજકુમાર દેવાદિકે કરેલા છળથી જેની હકીક્ત અજ્ઞાત છે, તથા જેના સ્થાનને નિર્ણય જણાતું નથી તેવા સુવર્ણ પુરૂષને કયા ઉપાય વડે અથવા કેની સહાયથી પાછો વાળી લાવશે? કેવી રીતે પોતાની પ્રતિજ્ઞાને નિર્વાહ કરશે ?” આ પ્રમાણે મહાઆશ્ચર્યથી તથા કાર્યના દુઃસાધ્યપણાથી અનેક રીતે તેઓ વિચાર કરવા લાગ્યા. હવે કુમાર તો બીડું ઝેડુણુ કરીને ધર્મદત્તની સાથે સભામાંથી નીકળે. કુમારે વિચાર્યું કે- જે આને હમણાંજ સુવર્ણપુરૂષ આપીશ, તે આના મનમાં કેટલીક શંકા ઉત્પન્ન થશે, અને કાર્યનું દુઃસાધ્ય પણું દેખાશે નહિ વળી વિચિત્ર વાત કરનારા લોકો પણ અસદભૂત વાત ઉપજાવીને બેટા આળ આપશે. આ પણ મારા ઉપકારના પ્રૌઢપ્રભાની શ્રદ્ધા કરશે નહિ વળી આ મેટા યશ પ્રાપ્તિવાળા સ્થળમાં અલ્પેશ મળશે, તેથી જેવું કાર્ય હોય તેને અનુરૂપ આડંબર પણ કર જોઈએ, તેથી આની કાર્યસિદ્ધિ કરી આપવામાં વિલંબ કરે તે જ યુક્ત છે.” આ પ્રમાણે વિચાર કરીને તેણે ધર્મદત્તને કહ્યું કે “તે સુવર્ણપુરૂષ કયે સ્થળે નીપજાવ્યું હતું ? તે સ્થળ મને બતાવ” પછી ધમધરો તે સ્થાનાદિ દેખાડયું રાજકુમાર પણ માથું ધુણાવતે કહેવા લાગ્યો કે અરે ભદ્ર! કઈ પ્રબળ શક્તિવાળા દેવ, દાનવ અગર વિદ્યારે તારે સુવર્ણપુરૂષ લઈ લીધે જણાય છે. સામાન્ય શક્તિવાળા દેવાદિકે લીધે જાતે નથી તેથી આજે રાત્રે જે અહીં રહીએ તે કઈ રીતે તેનું સ્વરૂપ સમજી શકાય” ધર્મદરે કહ્યું કે “જેવી
38888888888888888888888888888884333
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org