________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
૫લવ નવમો
88888888888888888888888888
પછી તે વેશ્યાએ વિવિધ પ્રકારના માદક દ્રવ્યથી ભરેલા તાંબુલના બીડા યથાયોગ્ય તે સર્વને આપ્યા. તે શિ સમયે સાંજ પડવા આવી પછી તેઓએ કુમારના ચિત્તની પરીક્ષા કરવા માટે કહયું કે- “ સ્વામિન ! દિવસને અંત આવ્યો છે, સાંજ પડી છે.” આ વચન કુમારના કાનમાં તપાવેલ સીસુ રેડે તેવા લાગ્યા. કુમાર તે સાંભળીને ઉદાસ મુખ કર્યું. અને કાંઈ ઉત્તર દીધે નહી. તેઓએ જાણ્યું કે- “ આપણે જે કર્યું તે કુમારને પતિકૂળ લાગ્યું છે. તેથી હમણાં તેને અહીં રાખીને જ આપણે જઈએ.” પછી તેઓએ વેશ્યાને કહયું કે “કુમારનું ચિત્ત તે એક જ દિવસમાં વશ કર્યું, હવે તું વિચારીને તેને વિજ્ઞપ્તિ કરીને અહીં જ રાખજે, અમે જઈએ છીએ.” પછી તેઓ ફરીથી પણ કુમારને ઘેર જવાને અવસર થવાનું જણાવવા લાગ્યા તે વખતે તે વેશ્યાએ ત્યાં આવીને આક્રોશ પૂર્વક કહયું કે-“કુમાર તે અહીં જ રહેશે શું તમે મને મારી નાખવાને તત્પર થયા છે? હવે તો મારે કુમાર વિના ક્ષણ માત્ર પણ ચાલશે નહિ તેથી તમે બધા ચાલ્યા જાએ આ તો મારા જીવનહાર-પ્રાણાધાર છે, કુમાર કદાપિ તમારા કહેવાથી તમારી સાથે આવવાનું મન કરે પરંતુ હું જવા કેમ દઈશ ? પછી તે જુગટીઓએ કુમારને કહયું -“આ વેશ્યા અતિશય આગ્રહ કરે છે તે આજે રાત્રિ અહીજ રહે તમારા વિયેગથી દુખી થતી આને દુઃખ દેવું યોગ્ય નથી. સવારે પાછા અમે આવશું ”- કુમારે કહ્યું કે-“ભલે તમે જાઓ, હું અહીં જ રહીશ,” પછી તે જુગારીઆઓ બધા કુમારને પ્રણામ કરીને શેઠને ઘેર ગયા અને તે દંપતીને વધામણી આપી કે “ સ્વામિન્ ! આપનું કાર્ય થયું છે, આપને પુત્ર સ્વેચ્છાથી જ કામ પતાકાને ઘેર રહ્યો છે. અને કામગની અતિ તીવ્ર વાસના થઈ છે. તેથી કેટલાક દિવસ સુધી ત્યાં જ રાખજે.” તે
388888888888888888888888888888888888
૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org