________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમો પલવ
તેડાવ્યા છતાં તમારો લીલાપતિ પુત્ર કેમ ન આવ્યો? ભદ્રાએ કહ્યું કે-મહારાજ ! જન્મથી આજ સુધી આપની કૃપાથી તેણે લીલાપતિપણું જ કર્યું છે. તે ક્રીડા કરવાનું જ માત્ર જાણે છે. બીજું કાંઈ જાણતા નથી. તેના સ્વરૂપનું સર્વ રહસ્ય બુદ્ધિનિધાન અભયકુમાર મંત્રીશ્વરને મેં કીધેલ છે. હવે સ્વામીની કૃપા તે અમારી ઉપર છે જ પણ વિશેષ કૃપા કરીને આપ અમારે મંદિરે (ઘર) પધારો અને સેવકને પવિત્ર કરે. જયારે સ્વામીની સંપૂર્ણ કૃપા થાય છે, ત્યારે કાંઈ વિચારવાનું રહેતું જ નથી. જેવી રીતે શ્રીમાન રામચંદ્ર મોચીની પુત્રીને મને રથ પુર્ણ કરવા માટે બેલાવ્યા નહતા તે પણ સ્વયમેવ તેને ઘેર ગયા, અને તેના સસરાના ઘરસુધિ પિતે સાથે જઈને તેને ત્યાં મૂકી આવ્યા. આ પ્રમાણે અનેક રીતે તેમણે પ્રજાનું લાલનપાલન કર્યું છે. તેવી રીતે આપની જેવા મહાન પુરુષ હોય છે તે પારકાના મરથ પૂર્ણ કરવા સિવાય બીજો કાંઈ વિચાર કરતાં જ નથી, અમારી જેવા પરમાણુતુલ્ય સેવકના મનોરથ પૂર્ણ થવાથી આપની જેવાની ગુરૂતામાં ઘણું વધારો થશે, કાંઈ પણ હાનિ થશે નહિ. અહો! આનુકૃપાળુપણુ ! અહો આની સરલતા! અહો ! આનું પ્રજાનું લાલનપાલન આ પ્રમાણે અનેક યુગ સુધિ તમારી કીર્તિ સ્થિર, થશે, તેથી કૃપા કરીને મારી વિનંતી સ્વીકારી આપના ચરણની સ્થાપનાવડે મારૂ મંદિર આપને જેમ સુખ ઉપજે તેવી રીતે પાવન કરે. આપને અમારે ઘેર પધારવાથી આપના સેવક લીલાપતિને યથાર્થ ફળની પ્રાપ્તિ થશે, તેને અહિં આવતા હજારે કેશને પંથ કરવાના શ્રમ (થાન) તુલ્ય શ્રમ થશે. પછી તો આપની ઈચ્છા પ્રમાણુ છે તમારી આજ્ઞા કાણુ માનતું નથી ? આપને જેમ સુખ ઉપજે તેમ કરે, અમારે તે આપની આજ્ઞા શિરોધાય છે,
823793888888888888888888832280
Jan Education International
For Personal & Private Use Only
wwwjainelibrary.org