________________
ધન્ય કુમાર નું ચરિત્ર ભાગ ૨
નવમો પલવ
ભોજનના સમયે શેડ ઘેર આવ્યા ત્યારે તેને દુઃખી જોઈ તેના દુઃખનું કારણ પૂછ્યું. તેણીએ પણ ભજન પછી દુઃખનું કારણ કહ્યું. તે સાંભળી દુઃખી થયે છતે શેઠ વિચારવા લાગે કે :
गेहं पितं मसाणं, जत्थ न दीसन्ति धूलिधुसरं निच्च ।
उद्दन्ति पडन्ति रडन्ति दो तिन्नि डिभाई' ॥ જેના ઘરમાં ધૂળથી મલિન થયેલા બે ત્રણ બાળકો ઉઠતા નથી, પડતા નથી, રડતા નથી તે ઘર સ્મશાન તુલ્ય છે. વળી કહ્યું છે કે --
पियमहिला मुहकमलं बालमुहं धूलिधूसरच्छायं ।
सामीमुहं सुप्पसन्न, तिन्नि, वि पुण्णेहि पावन्ति ॥ વહેલી પત્નીનું મુખકમળ, ધૂલિથી મલીન થયેલ શરીરવાળુ બાળકનુ મુખ, કમળ અને સુપરસન્ન એવું સ્વામીનું મુખ–આ ત્રણે પુન્યથી જ પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે વિચારીને તેણે સ્વપત્નીને કહ્યું કે “પ્રિયા ! વિષાદ કરીશ નહિ પુત્ર પ્રાપ્તિ માટે હું પ્રયાસ કરીશ.” ત્યાર પછી શેઠ મંત્ર, તંત્ર, યંત્ર, દેવ-દેવી પૂજન વિગેરે મિથ્યાત્વના કાર્યમાં પ્રવર્યા. દુઃખી માણસે શું શું કરતા નથી ? કહ્યું છે કે :
ક ૧૯૨
Jain Education Intellector
For Personal & Private Use Only
www.jainelibrary.org