________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨
પલ્લવ નવમા
Jain Education International
મેં દીઠો છે. “ શેઠે તે સાંભળી ને કહ્યું કે-“ગુણુથી પૂર્ણ એવા તારો પુત્ર થશે. મને પણ આજે શાસન દેવતાએ તે જ અ સૂચવનારી હકીકત કહી છે, તેથી કોઈ ઉત્તમ જીવ તારી કુક્ષિમાં અવતરેલ છે. આ પ્રમાણે શેઠનાં વચન સાંભળીને તે હષ્ટપૂર્ણાંક ગને પાળવા લાગી. પૂરા દિવસ થતાં એક પુત્રને તેણે જન્મ આપ્યા. શેઠે ખાર દિવસના મહોત્સવ કરીને સ્વજન કુટુંબીઓને જમાડી સની સમક્ષ ધર્માંદત્ત એવુ તેનું નામ પાડ્યું.
અનુક્રમે ખીજના ચંદ્રની માફ્ક તે વધવા લાગ્યા, અને સાતઆઠ વરસની ઉમરના થયે, ત્યારે પિતાએ લેખશાળા(નિશાળ)માં ભણવા મેાકલ્યા, તેણે સ્વકુળને ઊંચત સકળા શીખી લીધી. પછી ધર્મોકળામાં કુશળ થાય તેવા હેતુથી તેના પિતાએ સાધુએની પાસે તેને ભણવા માટે રાખ્યા, કહ્યું છે કે “બહેતર કળામાં કુશળ એવા પડિંત પુરૂષો સકળામાં કુશળ હોય પણ જો તેઓ ધ કળાને જાણતા નથી તે તે અતિ જ છે, પછી ધદત્ત અનુક્રમે યૌવનવય પામ્યા. પિતાએ એક શેઠની પુત્રી શ્રીદેવી નામની સાથે તેને પરણાવ્યેા. પરંતુ શાસ્ત્રમાં ઘણા કુશળ શાસ્ત્રરસમાં અત્યંત મસ્ત થયેલું હાવાથી તે એક ક્ષણ પણ પુસ્તક હાથમાંથી મૂકતા ન હતેા. નવા નવા શાસ્ત્રના વિનાદમાં જતા કાળને પણ તે જાણતા ન હતા. કોઈદિવસ સ્ત્રી વિલાસ તથા ઉપાગાદિ તેના સ્મરણમાં પણ આવતા નહિ. સ્વપ્નામાં પણ સ્ત્રીનું નામ તે સંભારતા નહિ. સ્ત્રી ઉપર તેની દ્વેષબુદ્ધિ નહેાતી, પણ શાસ્ત્ર રસના આસ્વાદમાં તે અતિ મગ્ન થઇ જવાથી તેની સ્ત્રી તેને સાંભરતી નહોતી. આ પ્રમાણે કેટલેાક કાળ
For Personal & Private Use Only
< &88
૩ ૨૦૦
www.jainellbrary.org