________________
ધન્ય કુમાર છે ચરિત્ર ભાગ ૨
નવમે પલ્લવ
સ્થાયી અને અસ્થિર હોય છે, તેથી કદ ચ તેમના મનમાં જ દે ગ્યાલ આવી જાય તે મારૂ કલ રિદ્ધ થાય અથવા ન પણ થાય, તેથી જે ધાર્યા પ્રમાણે જ કરવાની ઈચ્છા હોય તે તે મારી સાથે સુખાસન (પાલખી)માં બેસીને તમે જ રાજા પાસે ચાલે, ત્યાં આવીને જેવી રીતે મારી પાસે વિજ્ઞપ્તિ કરી છે, તેવી જ રીતે તેમની પાસે પણ કરજો, તે વખતે હું તમારાથી જુદો પડીને અવસર એગ્ય કથન વડે તમારું કામ કરી આપીશ, ધન્યકુમાર પણ ત્યાં જ બેઠેલા હશે, તે પણ તે કામમાં પ્રેરણા કરનાર થશે, ત્યાં આવવાથી તમારું કામ અવશ્ય સિદ્ધ થશે, એમ જાણજો. આ પ્રમાણેના અભયકુમારના વચન સાંભળ્યા એટલે અતિ અદ્ભૂત ભેટણ સાથે લઈને ભદ્રા સુખાસન (પાલખી)માં બેઠી અને ઘણા દાસ દાસીઓને સાથે લઈ અભયકુમારની સાથે રાજસભામાં ગયા, જેવા સુખાસનમાંથી ઉતરીને સભામાં તે પ્રવેશ કરતા હતા તેટલામાં તે અભયકુમારે આગળ થઈને રાજના કાનમાં કહ્યું કે “ સ્વામિન ! શાલિભદ્રની માતા વિજ્ઞપ્તિ કરવાનું આવે છે, તે સ્વામિએ સ્વીકારવી, પછી ભદ્રાશેઠાણી રાજા પાસે આવ્યા, અને ભેટશું ધરીને પ્રણામ કરી ઊભા રહ્યા. રાજાએ આદર પૂર્વક હાથના ઈશારાથી બેસવા માટે ઉચિત સ્થાન દેખાડીને કહ્યું કે “ભાગ્યવંત શેઠાણી ! તમે ભલે આવ્યા, લીલાપતિ એ તમારે પુત્ર ખુશી આનંદમાં છે? ભદ્રાએ કહ્યું કે- “ સ્વામિની કૃપા વડે જ સુખ અને લીલાપતિપણું મેળવી શકાય છે. જેના ઉપર આપ સ્વામિની મીઠી દ્રષ્ટિ થાય તેને હેરાન કરવાને કોણ સમર્થ છે? વળી જેનો ઉપર આપની સંપૂર્ણ કૃપાદ્રષ્ટિ થાય તેને ઐહિક (ભૌતિક) સુખવિલાસ પ્રાપ્ત થાય તેમાં શું આશ્ચર્ય ? તેને કેણુ વિગ્ન કરનાર થાય ? ફરીથી રાજાએ પૂછયું કે “હે ભદ્રા!
388888888828888888888888888888888
Jain Education Intemanla
For Personal & Private Use Only
www.ainelibrary.org