________________
શ્રી.
ધન્યકુમાં
ચરિત્ર ૨ ભાગ-૨
પલ્લવ નવમો
因匆税图凶凶院院仍囚脱欧認现实热恋花图网
લોકે ઘણા દિવસ સુધી જુએ તે પણ તૃપ્તિ પામે નહિ. પછી રાજા અભયાદિ પ્રધાને તથા રાજના માનનીય સામતે તથા મોટી સેનાથી પરિવરેલા ગીત વાજીંત્રના નાદ તથા બંદિજનેન બિરૂદાવળી વિગેરે આડંબર સહિત રાજકારથી નીકળ્યા, અને માર્ગમાં કહેલી નગરશોભા જેવા લાગ્યા, એ શભા જોઈને તેઓ ચિત્તમાં અતિશય ચમત્કાર પામ્યા અને સુબ્રમપૂર્વક પાસે ઉભેલાને પૂછવા લાગ્યા કે-“અહો ! આવું
અતિશય સુંદર નગર કોણે બનાવ્યું” ? તે સાંભળીને પ્રતિકારી પુરુષે બોલ્યા કે-“ આપ સ્વામીને પિતાને ઘેર આવવાનું નિમંત્રણ કરેલું હોવાથી ભદ્રાએ આ પ્રમાણે કરાવ્યું છે. આમાં કાંઈ નવાઈ જેવું નથી, હજુ આગળ તે ન વર્ણવી શકાય તેવી રચના કરેલી છે, તે તે જુએ તે જ જાણે તેમ છે. મેથી તેનું વર્ણન થઈ શકે તેમ નથી,” રાજા આ સર્વે હકીક્ત સાંભળીને અતિશય વિસ્મય પામ્યા અને બોલ્યા કે “ આટલા ટૂંક સમયમાં કેણુ આ પ્રમાણે કરી શકે ? આ તે દેવકૃત્ય જ દેખાય છે.” પછી જેમ જેમ આગળ ચાલવા તેમ તેમ નવી–પૂર્વે નડિયેલી-અનિર્વચનીય રચના તેઓ જોવા લાગ્યા. ક્ષણે ક્ષણે સૈન્યના લોકો અને પૂરજનો અતિ અદ્દભુત રચના દેખવાના કૌતુકથી ચિત્ત ખેંચાઈ જવાને લીધે આશ્ચર્યમાં નિમગ્ન થયેલા સ્તંભિત થયા હોય તેમ આગળ ચાલવાને સમર્થ થતાં નહોતા જ્યારે કઈ આવીને પ્રેરતુ કે-“ચાલે ચાલે આગળ આથી પણ વિશેષ રમણિકતા છે.” ત્યારે તેઓ આગળ ચાલતા હતા. આગળ ચાલતા ચિત્તમાં અતિ ચમત્કાર ઉપજાવે તેવી રચના જોતા ત્યારે અનિમેષ દૃષ્ટિ થઈ જવાથી તેઓ મનુષ્ય છતાં દેવતા જેવા લાગતા હતા હસ્તિને અંધ ઉપર બેઠેલા રાજા પણ આમ તેમ જોતાં હતા, અને સર્વ ઠેકાણે નિરૂપમ અને પૂર્વે નહિ જોયેલી કે સાંભળેલી. રચના જોઈને ચિતમાં અત્યંત
88888888888888888888888888888888
ક ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org