________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવ નવમો
(અંધકાર)નાશ કરવામાં સૂર્યસમાન શ્રીમહાવીર સ્વામી સમવસર્યા છે, તેથી દે દુંદુભિ વગાડે છે, તે સાંભળીને પરમ પવિત્ર શ્રી વીર પ્રભુના આગમન શ્રવણથી વર્ષાના ગર્જા રવથી મિરની જેમ શાલીભદ્ર બહુ આનંદ પામ્યા પછી હર્ષપૂર્વક ભક્તિ ભારથી ભરેલા અને સારા અલંકારે એ અલંકૃત શાલીભદ્ર સારે પરિવાર લઈને સુખાસનમાં (પાલખી) બેસી શ્રીવીરપ્રભુને વાંદવા માટે શૈભારગિરિ ઉપર ગયા. શ્રી વીરપ્રભુનુ દૂરથી દર્શન થયું કે તરતજ પાલખીમાંથી ઉતરીને પાંચ અભિગમ સાચવી ત્રણ પ્રદિક્ષણા દઈ પંચાંગ નમસ્કાર (ખમાસમણુ) વડે નમસ્કાર કરીને યચિત સ્થાને દેશના સાંભળવાને આતુર પળે તેઓ બેઠા. એટલે શ્રીવીરપ્રભુએ સંસારવાસનાથી થએલા કલેશનો નાશ કરનારી આક્ષેપણી વિગેરે ચારે ભેદે યુકત દેશના આપવાની શરુઆત કરી, દેશના પ્રારંભ કરતા તેઓએ કહ્યું કે
आदित्यस्य गतागत्तैरह रह: संक्षीयते जीवितं, व्यापारैर्बहुकार्यभारगुरूभिः कालोऽपि न ज्ञायते ॥ दुष्ट्वा जन्मजराविपत्तिमरणं त्रासश्च नात्पद्यते
पीत्वा मोहमयीं प्रमादमदिरामुन्मत्तभूतं जगत् ॥१॥ સૂર્યના જવા આવવાથી ઉદયાસ્તથી હંમેશા જીવિત ક્ષીણ થતું જાય છે, બહુ કાર્યથી ભારે થઈ ગયેલા વ્યાપરથી જતા સમયની ખબર પડતી નથી, જન્મ, જરા, વિપત્તિ તથા મરણનાં દુઃખ જોઈને ત્રાસ થતું નથી, અહ મેહ અને પ્રમાદ રુપી મદિરા પીને આખું જગત ઉન્મત્ત બની ગયું છે.”
8888888888888888888888888888982
Jain Education Intem
For Personal & Private Use Only
www.jainelibrary.org