________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
૫લવ નવમે
BAAAAABG488888888888888888888
લય પણ નથી ! શુદ્ધ આશય તથા બહુમાનયુક્ત સત્પાત્રદાનાદિ વડે ધર્મ સેવવાનું આ ફળ છે જીના ગમમાં કહયું છે કે-અસંખ્યાત અધ્યવસાયથી એક પ્રકૃતિસ્થાન બંધાય છે, તે પણ અસંખ્યાત ભેદથી ભિન્ન (જુદુ) કહે છે, તેમાં પણ રસભેદ અનંતા છે. આ પ્રમાણે પા૫પુન્યના વિચિત્રભે જીનેશ્વરે કહેલાં છે, તેથી તેમનું વચન જ સત્ય છે. આ પ્રમાણે વિચારી શુદ્ધ ઉપયોગવાળા થઈને નિસરણીથી રાજા ઉપરના માળે પરિવાર સાથે ચઢયા, તેમાળ વિવિધ પ્રકારના રત્નથી જડેલા ગેખેવાળ, મેતીએથી ગુંથેલી નળીઓવાળો ઠેકાણે ઠેકાણે સુગંધિ “પાદિકથી વાસિત, વિવિધ પ્રકારના વાજીત્રાથી ગાજી રહેલે અને બહુ જોવા લાયક હતું, ત્યાં આવ્યા એટલે ફરી ભદ્રાએ વિનંતિ કરીકે-“આપ મહારાજાએ તે કૃપા કરીને હજુ ઉપર માળે પધારવું, આ સ્થાન દાસ, દાસી, સિપાઈ, તલવાર ભાલા વિગેરે આયુધ રાખનારાઓ અને વાજીંત્રો વગાડનારાઓ માટે છે, આ સ્થાન સ્વામીને બેસવા લાયક નથી. વળી રાજા મનમાં અતિશય ચમત્કાર પામીને વિચારવા લાગ્યો કે “અહો ! આને પુણ્યવિ લાસ જુઓ ! મારા સ્થાનથી પણ અધિક સુંદર દાસી વિગેરેને માટે બેસવાનું સ્થાન છે. અહો ! આ બધે અતિ આદરપૂર્વક આપેલ સત્પાત્રદાનાદિકને જ ચમત્કાર છે. આ પ્રમાણે વિચારતા મહારાજા ત્રીજે માળે પધાર્યા, તે સ્થાનનું ભૂમિતળ જુદા જુદા દેશમાં બનેલા રેશમી વસ્ત્રો વિગેરેથી ચંદ્રના ઉદય સમયે સંધ્યાના રંગની જેવું અતિરમ્ય, મનોહર, સ્ફટિક વગેરેના જુદા જુદા તેજથી શોભતુ અતિ સુંદર અને ઘણું દેદીપ્યમાન હતું. તે જોઈને રાજાને ત્યાં બેસવાની ઈચ્છા થઈ. તે જાણીને ભદ્રાએ કહયું કે “સ્વામિન આપ ચેાથે માળે પધારે, આ સ્થાન સ્વામીને બેસવા યંગ્ય નથી, આ તે વેપારીઓ, મુનિમે, ગ્રાહક
88888888888888888883%83%8888
ક ૧૭૪
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org