________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવ નવમો
33333333333333333333333335
રાજાએ કહ્યું કે-” વત્સ! તારે અમારી કોઈપણ જાતની શંકા રાખવી નહિ. યથેચ્છ તારા મનને અનુકુળતા ઉપજે તેવા વિલાસે ભેગવવા, કારણકે તું અમને પ્રાણથી પણ વધારે પ્રિય છે. તુ આંખની જેમ રક્ષણ કરવા લાયક છે. મારું રાજ્ય, મારૂ નગર અને મારા એશ્વર્યને સાર માત્ર તું જ છે. રંકના હાથમાં આવેલ રત્નની માફક તું પ્રતિક્ષણે મરવા લાયક છે. તેથી તું ઈસિત વિલાસ કરજે, કોઈપણ જાતની અધિરતા રાખીશ નહિ. જે કાંઈ કામ હોય તે મને જણાવજે. જે એક ઘડીએ સધાય તેવું કાર્ય હશે તે એક ક્ષણ માત્રમાં હું સાધી આપીશ. મારા ઘરને તારા ઘરના જેવું જ ગણજે. કાંઈ પણ અંતર ગણીશ નહિ. તારા ઈચ્છિત વિલાસમાં જે કાંઈ વિદન આવે તે મને ઘણું દુઃખદાયી થશે. તેથી નિ:શંકપણે વિલાસ કરજે. આ પ્રમાણે કહીને પિતે કહેલી વાતની પ્રતીતિ ઉપજાવવા માટે શાલીભદ્રની પીઠ ઉપર રાજાએ હાથ મો. રાજા જેના ઉપર મોટી કૃપા બતાવે છે તેની પીઠ થાબડે છે તેવી રાજનીતિ છે. રાજાના કર્કશ હસ્ત સ્પર્શથી ડુંગરના નિઝરણાની જેમ શાલિભદ્રના શરીરમાંથી પરસેવાના બિંદુ ટપકવા લાગ્યા અને તેનું શરીર મુષ્ટિમાં રાખેલા શતપત્રના પુષ્પની માફક ગ્લાનિ પામી ગયું, તે દેખીને ભદ્રાએ રાજાને વિનંતી કરી કે, સ્વામિન! આ પીતળના દેવ જેવું છે. સ્વામીના પ્રતાપરૂપી અગ્નિને તાપ સહન કરવાને તે સમર્થ નથી, તેથી તેને રજા આપે, એટલે તે તેની વિલાસભુવનમાં જાય. તે સાંભળીને રાજાએ હર્ષપૂર્વક બહેમાન આપીને તેને રજા આપતા કહ્યું કે વત્સ ! સુખેથી ઉપરના માળેજા. તે પ્રમાણે રાજાને આદેશ મળવાથી શાલીભદ્ર તે ક્ષણેજ મેહથી છુટેલે ભવ્યાત્મા લકતમાં જાય તેવી રીતે સાતમે માળે ચાલ્યા ગયે, ત્યાં જઈને વૈરાગ્યના રંગથી હૃદયને ભરત શય્યામાં સ્વસ્થતાથી બેઠો અને વૈરાગ્યને લગતા જ વિચાર કરવા
GSSSSSSWOOGLE GSSSSSSSSSSSSB2B9%88%E3%8
ક ૧૭૯
Jain Education Interl
For Personal & Private Use Only
www.jainelibrary.org