________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
નવમે ૫૯લવ
ચંદ્રનું આસન છે ?” આ પ્રમાણે વિચારતા તે સિંહાસન ઉપર બેસીને રાજાએ પૂછયુકે-“ભાગ્યવતિ ! તમારે લીલાપતિ પુત્ર કયાં છે? તેને અહીં બોલાવે, કે જેથી પુણ્યવંત એવા તેનું હું દર્શન કરૂં” આ પ્રમાણેને રાજાને આદેશ થવાથી ભદ્રાએ સાતમે માળે જઈને શાલિભદ્રને કહ્યું કે-“પુત્ર! નીચેને માળે ચાલ અને આપણા ઘરમાં આવેલ શ્રેણિકને ઓળખઆ પ્રમાણેનાં માતાનાં વચન સાંભળીને શાલિભદ્રે કહ્યું કે “માતા તેમાં મને શું કહેવા આવ્યા છો ? દેવા લાયક ધન આપીને શ્રેણિક નામના કરીયાણાને તમે ખરીદી લે. તમારાથી શું હું વધારે નિપુણ છું ?” માતાએ તે સાંભળીને કહયું કેવત્સ ! તે કાંઈ પૃથ્વી ઉપર વેચાય તેવી મૂલ્યવાન વસ્તુ નથી તે તે અમૂલ્ય છે. ભાગ્યથી જ તે વસ્તુ તે મળે તેમ છે.” શાલિભદ્રે કહયું કે “જે તેમ હોય તે મુખે માગે તેટલું ધન આપીને તે ખરીદ કે જેથી તે બીજાના હાથમાં જાય નહિં” આ પ્રમાણેની વાણુની આખા જગતમાં અદ્દભુત એવી પુત્રની અશ્વર્ય લીલા જોઈ ને માતા વિચારવા લાગી કે “અહે! આ મારો લીલાપતિ પુત્ર શું બેલે છે?” આ પ્રમાણે વિચારતી ભદ્રામાતા મનમાં બહુજ આનંદ પામવા લાગી વળી તેને વિચાર આવ્યું કે આ પ્રમાણેનું અતિ ભદ્રયુક્તપણું અને સરળતા શોભા આપનાર નથી. જે અવસરેચિત જણે તે જ નિપુણ ગણાય છે, તેથી આને કાંઈક નીતિનાં વચને સંભળાવીને હું જાગ્રત કરૂ આમ વિચારીને ભદ્રાએ કહયું કે- વત્સ ! શ્રેણિક કાંઈ કરિયાણું નથી. પણ તે તે આપણે સ્વામી આખા દેશને અધિપતિ છે આપણી જેવા અનેક તેની સેવામાં હંમેશા તત્પર રહે છે. અનેક માંડલિક રાજા, સામતે, શ્રેષ્ઠી વિગેરે આઠે પહોર જાગૃત રહીને તેની આજ્ઞા ઉઠાવવાને તત્પર રહે છે. તે શું બોલે છે તે સાંભળવાને તેની સેવામાં
SG8%82%A28888888888888888888888888888
ક ૧૭૬
Jan Education International
For Personat & Private Use Only
www.janesbrary.org