________________
કા
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ
નવમે.
8888888888888888888888888888888888
આ પ્રમાણેના ભદ્રાના વચને સાંભળીને રાજાએ અભયની સામે જોયું તે જોઈને અભયકુમાર બેલ્યા કે-“ પ્રજાપાલનમાં તત્પર એવા આપની જેવાને તેમને ઘેર જવું યુક્ત જ છે તેમાં કાંઈ હલકાઈ નથી. આપ ત્યાં પધારશે તે તેમને મને પૂર્ણ થશે. તેઓને અનિર્વચનીય આનંદ થશે અને લોકોમાં પ્રજાવાત્સલ્યપણાની તમારી કીર્તિને ઘણે પ્રસાર થશે, પછી તે આપને જેમ રૂચે તેમ કરે.” તે વખતે ધન્યકુમારે પણ અભયકુમારના વચનને ટેકો આપે કે “ મહારાજ ! મંત્રીશ્વર ખરેખર કહે છે તમે ત્યાં જશે તે પ્રજાનું વાત્સલ્ય કરવાની આપની કીર્તિમાં ઘણી વૃદ્ધિ થશે, આમ સાંભળીને રાજાએ ભદ્રાને કહ્યું કે “અરે ભદ્ર! તમે સુખેથી ઘેર જાઓ, અમે તમારે ઘેર આવશું.” આ પ્રમાણેના રાજાના વચન સાંભળીને હર્ષપૂર્વક સુવર્ણ તથા રત્ન વડે રાજાનું લુછાણુ કરી સુખાસનમાં બેસીને ભદ્રા ઘેર ગયા
પછી પિતાના પ્રધાન પુરુષને બોલાવીને ભદ્રાએ આજ્ઞા કરી કે-“ આપણુ ઘરથી રાજદ્વાર સુધીના માગ” શી માંથી કચરો સાફ કરાવી નાખે સુગંધી જળ છંટાવે વિચિત્ર પુષાદિક પથરાવીને રસ્તાઓ મનહર કરે, | ત્રણ રસ્તા, ચાર રસ્તા તથા મહામંડપને દવા, પતાકા ને તેરણાદિક વડે અતિ સુંદર બનાવે માર્ગમા
રહેલી દુકાનની શ્રેણિએને સુવર્ણના કસબી વસ્ત્રો વડે આશ્ચર્યકારી બનાવ સ્થળે સ્થળે કૃષ્ણગરૂ, મૃગમદ અંબર વિગેરેથી ધૂપની શ્રેણિઓ કરીને આ રસ્તો સુગંધવાસિત કરે, વળી સ્થાને સ્થાને દુકાને ઉપર
કુલનાં લાંબા તેરણે બંધાવે.” આ પ્રમાણે ભદ્રા શેઠાણીને હકમ થવાથી તેઓ તે પ્રમાણે કરવા પ્રવર્યા. ' તેટલામાં તે પુત્રના મેહથી મેહિત થયેલા તેના ઉપરજ હંમેશા ધ્યાન આપનારા ગેભદ્રદેવે પિતાની
શક્તિથી જ ભૂમિ ઉપર રહેલ રાજગૃહી નગરીને સ્વર્ગના નગર તુલ્ય એવું બનાવી દીધું કે બધા
SARASWAGGROG8888888888888888888888888
ક ૧eo
For Personal & Private Use Only
Jain Education Interational
www.jainelibrary.org