________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
૫ લવ નવમે
આટલે શ્રમ શા માટે લીધે? ત્યાં રાજદ્વારે રહીને જ આજ્ઞા કેમ ન કરી? સ્વામીના હુકમ સાંભળવા માત્રથી જ આદેશેલ કાર્ય હું કરત. સ્વામીએ નિર્દિષ્ટ કાર્ય કરવામાં સેવકોને આજ્ઞામાત્રને જ વિલંબ હોય છે.” આ પ્રમાણેના ભદ્રાનાં વચને સાંભળીને અભયકુમારે કહ્યું કે “ તમે કહ્યું તે સાચું છે, હું જાણું છું કે તમારી જેવા કુલીનની તે જ રીતિ છે, પરંતુ મારે પણ મહારાજાને હુકમ પ્રમાણ કરવાને છે. મહા પ્રસન્ન ચિત્તવાળા મહારાજાએ મને કહ્યું કે “તું પરિવાર સહિત શાલિભદ્રને ઘેર જા ત્યાં જઈને કુશળ સમાચાર પૂછીને અતિ આદર તથા પ્રયત્નપૂર્વક તેને અહીં તેડી લાવ કે જેથી હું તે પુણ્યવંત એવા શાલિભદ્રના મુખને જોઉં” આ પ્રમાણે રાજાને હુકમ મળવાથી શાલિભદ્રને તેડવા માટે હું આવ્યો છું, શાલિભદ્રને આપ મારી સાથે એકલે કે જેથી અતિ ઉત્સુક એવા મહારાજાને મને રથ સફળ થાય. પ્રસન્ન થયેલા રાજા તેની મહત્વતા વધારશે અને મેટી કૃપા દેખાડશે, વળી તેમ થવાથી આખા નગરમાં તમારા ઘરની કીર્તિ અને પ્રતિષ્ઠામાં ઘણું વધારો થશે અને દુર્જનના મુખ કાળા થશે. હું અશ્વવાહી સુખાસનમાં મારી સાથે જ તેને બેસાડીને લઈ જઈશ, અને રાજા તરફનું સન્માન અપાવીને
જ અહિં લાવીશ તેથી તાકીદે મારી સાથે તેને મેકલે, બીજા ઘણા શ્રેષ્ઠીએ રાજાને મળવા માટે રાજદ્વારે આવીને ઘણા દ્રવ્યને વ્યય કરે છે, વારંવાર આવીને પાછા જાય છે, પણ રાજાના દર્શન તેઓ મેળવી શકતા નથી. અમારી જેવાને વિજ્ઞપ્તિ કરે છે, તથાપિ કેઈકને જ મેળાપ થાય છે, અને કેઈને નથી પણ થતું. પુણવંત એવા તમારા પુત્રને મળવા માટે તે ઉલટા મહારાજા અતિ આતુર છે, તેથી તમારે કઈ પણ જાતની શંકા કરવા જેવું નથી.”
આASS8888888888888888888888888888888888
કે ૧૬૪
Jain Education Intemal
For Personal & Private Use Only
www.ainelibrary on