________________
શ્રી ધન્યકુમાર)
ચરિત્ર | ભાગ ૧
છઠો પલવ
સહિત, ઉત્સાહપૂર્વક જેનું ભાટચારણે ગુણવર્ણન કરી રહ્યા છે તેવા, તાપ નવારવા જેની પછવાડે સુવર્ણ દંડવાળું છત્ર ધારણ કરાયેલ છે તેવા ઉત્તમ દેદીપ્યમાન સુવર્ણ સરખી કાંતિવાળા, જુદી જુદી જાતના રત્નાલંકારથી મને ડર લાગતા દેદી યમાન દિવ્ય ઔષધિની માફક જેનું શરીર બહુ તેજવંત હોવાથી મેરૂ પર્વત જેવા લાગતા, ઘણું છે. આનંદ પામે; જયવંતા રહે. એવી બિરૂદાવળી બોલતા બંદિવાનના સમૂહને તેમના જીવન પર્યંત ચાલી શકે તેટલું દ્રવ્ય દાનમાં આપતા અને જે મેટું તળાવ પોતાના તરફથી ખદાતું હતું તેને જોવા માટે કૌતુકથી ઉલ્લસિત થયેલા ચક્ષુવાળા ધન્યકુમાર તે તળાવ પાસે આવ્યા. સર્વે કાર્ય કરનારા મજુરો તેમને જોઈને હર્ષપૂર્વક નમન કરવા લાગ્યા. ત્યાં સર્વનાં પ્રણામ સ્વીકારીને એકાંત સ્થળમાં અશોક વૃક્ષની છાયામાં રાજાને યોગ્ય સિંહાસન સેવકોએ પ્રથમથી જ મૂકેલ હતું ત્યાં તે બેઠા, ડીવાર ત્યાં બેસી વિસામે લઈને સર્વે મજુરની ખોદવાની પ્રવૃત્તિ જેવા લાગ્યા. જોતાં જોતાં એક સ્થળે મજુરી કરવાથી કલેશ પામેલા પિતાના આખા કુટુંબને જોઈને તે મનમાં બહુ આશ્ચર્ય પામ્યા અને વિચારવા લાગ્યા કે-“અહો કર્મની રેખા દેવતાઓથી પણ ઓળંગી શકાતી નથી. કહ્યું છે કેउदयति यदि भानुः, पश्चिमाया दिशाया, प्रचलति यदि मेरुः, शीततां याति पन्हिः।
विकसति यदि पन, पर्वताग्रे शिलाया, तदपि न चलतीथं भाविनी कर्म रेखा ॥ “જે સૂર્ય કદાચ પશ્ચિમ દિશામાં ઉગે, મેરૂ પર્વત ચલાયમાન થાય, અગ્નિ શીતળ ગુણવાળો થઈ જાય, કમળપુ પર્વતના અગ્ર ભાગે શિલા ઉપર ઉગે તે પણ ભાવિ જે કર્મફેખા હોય તે કઈ પણ દિવસ ફરતી નથી.”
૨૦૬
Jain Education Interna
For Personal & Private Use Only
ww.ainelibrary.org