________________
શ્રી
ધન્યૂમાર છે ચરિત્ર ભાગ ૧
સાતમે પલવ
બહેન ! તારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, તેથી આ મહાપુરૂષની સાથે તું પાણિગ્રહણ કર.” મંત્રીએ આ પ્રમાણે કવું, એટલે તેણીએ પિતાનું વાકય કબુલ કર્યું “પિતાને પસંદ આવે તેવું વચન કોણ કબુલ રાખતું નથી ? ત્યાર પછી મંત્રીએ અતિ આદરપૂર્વક ધન્યકુમારને સત્કાર કરીને મેટા મહોત્સવ પૂર્વક તેઓનું પાણિગ્રહણ કરાવ્યું.
હવે તેજ નગરમાં બત્રીશ કટિ સુવર્ણ સ્વામી પત્રમલ નામને એક મોટો વ્યાપારી રહેતો હતો. તેને વિનયાદિક ગુણેથી શોભતા ચાર પુત્રો હતા. તેના નામ (૧) રામ, (૨) કામ, (૩) ધામ અને (૪). સામ હતા. તે ચાર પુત્રો ઉપર કઈ પણ દેવ વગરની, સમસ્ત ગુણોના એક ધામરૂપ, સાક્ષાત્ જાણે કે લહમીજ હોય તેવી લક્મીવતી નામની પુત્રી હતી. સમસ્ત પ્રકારના સાંસારિક સુખેથી તે શેઠ સુખી હો; આત્મિક સુખની ઈચ્છાવાળે તે વણિગવર શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મની તીવ્ર ભક્તિથી હંમેશા આરાધના પણ કરતે હતે. પવિત્ર પાત્ર એવા સાધુ સાધ્વીન દરરોજ પોષણ કરતો હતો. દીન, હીન તથા દુઃખી જનેનો અનુકંપાવડે ઉદ્ધાર કરતે હતા, તથા તીર્થયાત્રા, રથયાત્રા, કલ્યાણકના ઉત્સવે અને સાધમકવાત્સલ્ય વિગેરેમાં ઘણુ ધન ખેચીને તે પત્રમલ શેઠ દુર્લભ એવા મનુષ્યભવને સામગ્રી યુક્ત પામેલ હોવાથી સફળ કરતે હતે. આ પ્રમાણે ત્રણે વગને આરાધતાં અનુક્રમે તે વૃદ્ધત્વને પામે. એક દિવસે પાડાઓથી દેડકાંઓ વ્યાકુળ થઈ જાય, તેમ શરીરનાં રોગે વડે તેની ચેતના ઘણી વ્યાકુળ થઈ ગઈ-તે મુંઝાઈ ગયો. તે વખતે શરીરમાં પ્રવેશેલ રોગોથી મરણને નજીક આવેલ જાણીને બત્રીશ દ્વારવાળી (બત્રીશ પ્રકારની) મટી આરાધૂતા કરવામાં તે સાવધાન થઈ ગયું. તેમાં પ્રથમ પરિગ્રહાદિક ઉપરના મેહ-મમત્વને ત્યાગ કરવા તથા તે ઉપરની મૂછ ઘટાડવા પુત્રોને બેલાવીને તેણે કહ્યું કે-“અરે પુત્રો ! મારૂ વચન સાંભળે. આ જગતમાં ધનરહિત પુરૂષમાં
欧底底底应密欧医医医医欧欧欧欧欧欧欧腔医庭坚
૨૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org