________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨
પહેલવ
આઠમે
Jain Education Inter
કલ્પવૃક્ષ તુલ્ય તમારી મારા ઉપર કૃપા થઈ તેથી મારા મનોરથ સફળ જ થયા એમ હું માનું છું.” તેઓએ કહ્યુ કે હવે બધી સામગ્રી લઈ જાઓ. અને તાકીદે ખીર બનાવીને આ બાળકની ઈચ્છા પૂરી કરા કે જેથી તે બાળકનું મન પ્રસન્ન થાય, પછી તે વૃદ્ધ ડોસી તેએ પાસેથી દુધ વિગેરે સામગ્રી લઈ ને ઘી, ખાંડ, ચોખા વિગેરે એકઠા કરીને તેણે ખીર ખનાવી. ‘ પુત્રનું હીત જોવામાં વત્સલ એવી માતા બાળકની ઈચ્છા પૂરી કરવામાં વિલંબ કરતી નથી.' પછી બાળકને ખેલાવીને ભાજન કરવાં માટે તેને બેસાડયા અને ખીરથી થાળી ભરી દઈને બાળકની આગળ મૂક્યા, બાળક પણ તે ખીર બહુ ગરમ છે. તેમ જાણીને હાથથી વાયર નાખીને તેને ઠંડી કરવા લાગ્યા. માએ વિચાયુ`' કે આ મારા પુત્ર ઉજ જવલ એવી ખીર ખાય, માટે મારા દ્રષ્ટિધ્રુષ તેને લાગે નહિ.” એમ વિચારીને સ્નેડથી પાડોશી ને ઘેર ચાલી ગઇ. બાળક જ્યારે તે ધૂમાડા નીકળતી ગરમ ખીરને શીતળ કરતા હતા, તેટલામાં તેના ઘરની પડખે થઇને એક માસક્ષપણુનુ પારણુ કરવાની ઈચ્છાવાળા મહાગુણના સમુદ્ર મુનિ ભિક્ષા માટે નીકળ્યા બાળકે તેને ઘર પાસે થઈને જતા જોયા. મુનિના દર્શન થતાં જ તે બાળકને દાન આપવાની રૂચિ ઉત્પન્ન થઈ, તે વિચારવા લાગ્યા કે અહા ! આજે સમસ્ત પાપ તથા સંતાપને નાશ કરવામાં સમ એવા આ મહામુનિ મારા ઘરના આંગણાની નજીક થઇને નીકળ્યા છે. જો મારા ભાગ્ય જાગ્યા હોય તે મારા આમ ત્રણ વડે તેએ અહીં પધારે સેંકડા વાર વિનંતી કર્યા છતાં અને ભિક્ષા માટે અનેક શેડીઆએ આમંત્રે છે, તે છતાં સાધુએ તેમને ઘેર જતાં નથી, જેનાં ભાગ્યના ઉદય થયા હાય તેમને ઘેર જ તેએ જાય છે, મારા આમંત્રણથી જે મારું ઘર પવિત્ર કરે તે તો બહુઉત્તમ થાય. જો મારા ભાગ્ય વડે કોઈ રીતે અત્રે
For Personal & Private Use Only
૯ ૧૪૪ www.airnellbrary.org