________________
ધન્યકુમાર|
ચરિત્ર ભાગ-૨
પલવ આઠમો
દોષીત થયા હતા, તેથી અહીં વારંવાર લક્ષ્મી મળી, પણ પાછા નિર્ધન થઈ ગયા. સર્વ અર્થને સાધનાર દાનધમ દૂષિત થાય તે પણ મૂળથી તેને નાશ થતો નથી તેથી ધન્યકુમારની સાથે તેઓ જોડાયા, ત્યારે તેમની લક્ષ્મી સ્થિર થઈ. જે પાડોશી સ્ત્રીઓએ ધન્યકુમારના પૂર્વભવની માતાને અખંડ એવા અનુકંપાના અધ્યવસાથી બાળકનું દુઃખ મટાડવા માટે દૂધ, ચેખા, ખાંડને ઘી વિગેરે આપ્યા હતા, તેઓ તે બાળકને સાધુને દાન આપતે દેખીને મનમાં આનંદ પામી હતી. અને “અહો ! આ બાળકની કેવી દાનરૂચિ છે? કારણ કે અતિ મુશ્કેલીથી મળેલી ખીર પણ અખંડ ધારાએ તે મુનિ મહારાજને વહેરાવી દે છે, તેથી આ બાળકને ધન્ય છે,” આ પ્રમાણે અનુમોદના કરી હતી. પણ બાળકની માતા પાસે તેઓએ તે વાત કરી નહોતી, તેઓ ધન્યકુમારની લક્ષ્મીની ભેગવનારી પત્નીઓ થઈ છે. વળી આગલા ભવમાં વૈભવના ગર્વમાં સુભદ્રાએ પિતાની પ્રિય સખીને રેષથી કહયું હતું કે–અરે દાસી ! માટી ઉપાડ” આ પ્રમાણે આક્રોશ કર્યો હતે. તે કર્મના વિપાકથી તે શાલિભદ્રની બહેન થઈ છતાં માટી વહન કરવાનું દુઃખ જોગવવું પડયું. કહ્યું, છે કે ” ભોગવ્યા વગર કમ છૂટી શકતા નથી.” અન્ય શાસ્ત્રકારો પણ કહે છે કે “ આ ભવથી એકાણુમાં ભવમાં મેં મારી શક્તિથી એક પુરૂષને હણ્યો હતો, તે કર્મના ઉદયથ હે ભિક્ષુઓ ! મારો પગ વિંધાણે છે. !
88888888888888888888888888888
આ પ્રમાણે ગુરૂ મહારાજનાં વચન સાંભળીને વૈરાગ્ય થવાથી કેટલાએક ભવ્ય એ વેગથી ચારિત્ર અંગીકાર કર્યું. કેટલાકે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો કેટલાકે સમક્તિને સ્વીકાર કર્યો, કેટલાકે રાત્રિભોજન અભયવર્જન, બ્રહ્મચર્યાદિકની બાધા લીધી. આ પ્રમાણે મુનિમહારાજની દેશના અતિકળવતા થઈ
Jan Education Interation
For Personal & Private Use Only
a
wwainelibrary.org