________________
આશીષ આપીને સ્વસ્થાને ચાલ્યા ગયા.
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨ પલ્લવ આઠમો
888888888888888888888883038888888
- હવે તે ત્રણેનું સાંજ સુધી લાકડા લેવાના શ્રમથી સવારે ખાધેલું બધુ પચી ગયું, અને બહુ ભારે ભુખની વેદના થઈ. એટલે તેઓ પરસ્પર પૂછવા લાગ્યા કે “અરે ભાઈ! કાંઈ ખાવાનું રહ્યું છે કે નહિ?” ત્યારે એક બે કે “મુનિને બધું આપી દીધું છે. ” પછી પેટમાં અત્યંત ભુખ લાગેલી છતાં તે સર્વે લાકડાં ઉપાડી ને પિત પિતાના ઘર તરફ ચાલ્યા. ત્યાં પણ ન આહાર તૈયાર કર્યા વગર શું ખાય ? તેથી તે ત્રણે ભુખથી અત્યંત આકુળ વ્યાકુળ થઈને બોલવા લાગ્યા કે—“ અહે! આપણને તે મુનિને આપેલ દાનનું આજે આ ફળ પ્રાપ્ત થયું, કારણ કે આજે હમણાં જ મુનિદાનના પ્રભાવથી ભુખથી આપણે મરણ પામશું. હવે પછી શું થશે તે તે અમે જાણતા નથી ! હા હા ! અમને તે આ સાધુએ નકામા ઠગ્યા તે વખતે ત્રણમાંથી એક ને પણ એવી બુદ્ધિ ઉત્પન્ન ન થઈ કે જ્યારે પ્રબળ ભુખ લાગશે ત્યારે આપણે શું ખાશું ? આ મુનિ તે હંમેશા તપસ્યા કરવાના સ્વભાવવાળા–નિત્યના અભ્યાસી હોવાથી એકાદ દિવસ વધારે થયો હોત તે પણ સુકાઈ જાત નહી, અને અનભ્યાસો-નહિ ટેવાયેલા એવા આપણને તે આજે મોટું દુઃખ ઉત્પન્ન થયું! હાથે કરી ને પેટ ચોળીને શળ ઉભું કર્યું. આપણી જેવા કોણ મૂખ હોય કે જે ઘર બાળીને તીર્થ કરે?” આ પ્રમાણે દાન આપ્યા પછી ચાર વખત સત્ત્વ રહિત એવા તેઓએ પશ્ચાતાપ કરવા વડે મુનિદાનનું ફળ અ૫ કરી નાખ્યું. હે ધનસાર શેઠ, તે ત્રણે આયુ સમાપ્ત થયે મરણ પામીને તમારા પુત્ર થયા. પણ ધન, તથા વૈભવાદિકથી રહિત થયા. દાન આપ્યા પછી પશ્ચાતાપથી
22438888888888888888888888SGGSAJAG!
ક ૧૪૮
Jain Education Inter
For Personal & Private Use Only
www.jainelibrary.org