________________
શ્રી
મારે આંગણે આવી છે એમ હું માનું છું તેથી અમૃતને ઝરનારી વાણીડે કૃપા કરીને આપ મારા પર ધન્યકુમાર | કાંઈક અનુગ્ર કરે.’ તે સાંભળીને તે બ્રાહ્મણ અત્યંત મધુર વાણી વડે સાવસરને 5 રાગ, સ્વર, ગ્રામ ચરિત્ર
અને મૂછનાદિથી યુક્ત, કર્ણને કઠોર ન લાગે તેવું, કિલછાથ વિગેરે દેથી રહિત, શૃંગારાદિક રસથી ભાગ ૧ |
ભરપૂર, અનેક અર્થના અવનિની રચનાથી ચિત્તને ચમત્કાર, કરનાર, અલંકાર યુક્ત, વિવિધ પ્રકારના છંદ સાતમે
અને અનુપ્રાસ સહિત, ચિત્તને આહાદકારક, કઈ વખત પૂર્વે નહીં શ્રવણ કરેલું તથા સાર્થક અક્ષરેથી પલ્લવ
વિભૂષિત એવાં સૂકતાદિક ઉંચે સ્વરે બોલવા લાગ્યા. સકળ ગુણોથી અલંકૃત તે બ્રાહ્મણની વાણીથી જેનું હૃદય આકર્ષિત થયું છે તથા જેને સમસ્ત ગૃહકાર્ય વિસ્મૃત થયા છે એ તે શેઠ નેત્ર અને મુખને વિકસ્વર કરતે વારંવાર પ્રશંસા કરવા લાગ્યા. મસ્તક કંપાવતે અને નેત્ર ધુમાવતે તે એક ચિત્તે શ્રવણ કર્ત હોવાથી ચિત્રમાં આપેલી મનુષ્યની મૂર્તિની જેમ નિશ્ચળ થઈ ગયો. માર્ગે જતા આવતા લેકે પણ
હરણની જેમ સંગીતથી ખેંચાઈને દેડતા ત્યાં આવવા લાગ્યા, અને તેઓ પણ ચિત્રની જેમ (સ્થિર) જ થઈને એક ચિત્તે શ્રવણ કરવા લાગ્યા. તેમજ જેઓ શાસ્ત્રના જ્ઞાનમાં કુશળ પંડિત હતા, જેઓ પિતપેતાની
વિદ્વત્તાના ગર્વવાળા હતા, જેઓ અત્યંત સખ્ત અભ્યાસથી સમગ્ર શાસ્ત્રના પરમાર્થને કંઠે રાખનારા હતા, તથા જેઓ વકતૃત્વ અને કવિત્વના સાસ ભણીને તેનું ફળ પામવાથી મન્મત્ત થઈને ફરતા હતા, તેઓ પણ ત્યાં આવીને શ્રવણ કરવા લાગ્યા. તે માયાવી બ્રાહ્મણની નવનવા ઉલ્લેખથી શોભતી બુદ્ધિની પટુતાથી શબ્દભેદ, પદચ્છેદ અને શ્લેષાર્થ વિગેરે વિચિત્ર પ્રકારના અલંકારથી ગર્ભિત અને સર્વતે મુખ (વિષય) વાળી વાણીની કુશળતા જોઈને તે સર્વે પંડિતો પિતાપિતાની નિપુણતાનો ગર્વ તજી દઈ તે બ્રાહ્મણની અને તેની
૨૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org